બીરબલ અને બાદશાહ/આ સ્વપ્નું કેવું ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← શું આ ધર્મશાળા છે ? બીરબલ અને બાદશાહ
આ સ્વપ્નું કેવું ?
પી. પી. કુન્તનપુરી
રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ →


વારતા એકસો પચીસમી
-૦:૦-
આ સ્વપ્નું કેવું ?
-૦:૦-

એક વખત શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! આજ રાતે મેં આવું અજાયબી ભરેલું સ્વપનું જોયું કે જાણે હું અત્તરના સરોવરમાં પડી ગયો હતો અને તું મળ મુત્રની ગટરમાં પડી ગયો હતો !' શાહનું આવું મશ્કરીવાળું બોલવું સાંભળીને બીરબલે કહ્યું કે, 'નામવર ! મેં પણ આજ રાતે તેજ માફક સ્વપનું જોયું હતું, પણ તમારા અને મારા સ્વપનામાં માત્ર એટલોજ ફરક છે કે હું આપના શરીરને જીભ વડે ચાટતો અને આપ આપની જીભ વડે મારા શરીરને ચાટી રહ્યા હતા.' બીરબલનું આવું બોલવું સાંભળી શાહ ચુપ થઇ ગયો.

-૦-