બીરબલ અને બાદશાહ/તર્કશક્તિની ચમત્કૃતિ
Appearance
← બુદ્ધિનું પરાક્રમ | બીરબલ અને બાદશાહ તર્કશક્તિની ચમત્કૃતિ પી. પી. કુન્તનપુરી |
સમો વરતે તે સાવધાન → |
એક સમે ભર કચેરીમાં બાદશાહે બીરબલને પુછ્યું કે, આપણા આ નગરમાં કેટલા કાગડા હશે ? બીરબલે કંઇ પણ વિચાર કર્યા વગર ભર કચેરીમાં કહ્યું કે, નામવર ! સાહઠ હજાર પાંચસો ને બાવન કાગડા છે ? આ જવાબ સાંભળી તમામ દરબાર છક બની ગઇ. બાદશાહે પુછ્યું કે, કદાચ એથી ઓછા વધતા હોય તો ? બીરબલે કહ્યું કે સરકાર ! જો મારી ગણતરીથી ઓછા થાય તો જાણુવું કે તેટલા કાગડા પોતાના સ્નેહીઓને મળવા માટે બહારગામ ગયા છે. અને જો વધારે થાય તો જાણવું કે બહારથી પોતાના સ્નેહીઓના સમાચાર લેવા આવ્યા છે ? બીરબલની આવી તર્કશક્તિનો ચમત્કાર જોઇ બાદશાહ ઘણો ખુશી થયો.