બીરબલ અને બાદશાહ/સમય સુચકતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કરણી તેવી ભરણી બીરબલ અને બાદશાહ
સમય સુચકતા
પી. પી. કુન્તનપુરી
ફાંસીને બદલે માન →


વારતા ચોથી
-૦:૦-
સમય સુચકતા
-૦:૦-
કરામત કીરતારની જાણે બુદ્ધિ જરૂર, કૃપા હોય કીરતારની તોજ મળે તલપુર.

બાદશાહે ભરાયલી દરબારમાં સવાલ પુછ્યો કે, અત્રે વિરાજમાન થયેલા દરબારીઓના મનમાં હમણાં શું વિચાર હશે ! તે કોઇ કહેશો ? આ સવાલ સાંભળી તમામ ઉમરાવો ભયભીત બની ગભરાવા લાગ્યા. તેઓના મુખપરની લાલી ઉડી ગ‌ઇ ? સવાલનો જવાબ આપવાની શક્તી ન હોવાથી, શું જવાબ આપે ? અને જો ખોટો આપે તો તો અપમાન થાય ? તેથી દરબારીઓ કંઇ પણ જવાબ ન દેતાં મોં નીચું કરી આનો જવાબ કોણ આપે છે તેની રાહ જોતા બેઠા. આનો જવાબ આપવાની ઉમરાવોમાં તાકાત નથી એવું સમજીને બાદશાહે બીરબલને પુછ્યું કે, આનો જવાબ તમે આપી શકશો ? બીરબલે કહ્યું કે, જી સરકાર ? કહી શકીશ ? પણ દરેકનો જુદોજુદો કહું કે બધાઓનો સાથે કહું. બાદશાહે અજાયબ પામીને કહ્યું કે બસ એકજ જવાબમાં કહો ? બીરબલે કહ્યું કે, નામદાર ! અહીંઆં બેઠેલા તમામ જનોનો મનમાં એવો જ વીચાર છે કે જ્યાં સુધી શશી અને રવી તપે છે ત્યાં સુધી તમારૂં રાજ, તમારૂં સુખ, તમારૂં તેજ તપી અવીચલ રહી અથાગ સુખના ભોગતા થાઓ. એવો સઘળાઓનો વીચાર છે. જો મારા જવાબમાં આપને કંઇ શંકા થતી હોય તો આ વિરાજમાન થયેલા અમીર ઉમરાવોને પુછી ખાત્રી કરો ? આ પ્રમાણે ચમત્કારી યુક્તી જોઇ બાદશાહ અને દરબાર બીરબલની ઉપર ફીદા ફીદા થ‌ઇ ગયા.

સાર-જો બીરબલે આ વખતે પોતાની બુધ્ધિનો ચમત્કાર દેખાડ્યો ન હોત તો બાદશાહ અને વીરૂધ પક્ષ એકમત થાત ? માટે દરેક માટે બીરબલ જેવી ચાતુરી વાપરી પોતાના મીત્ર મંડળમાં કિંવા સભામાં સર્વને સંતોષકારી જવાબ આપી જય મેળવવો.

-૦-