બીરબલ વિનોદ/અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા
Appearance
← વ્હાલામાં વ્હાલી વસ્તુ | બીરબલ વિનોદ અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા બદ્રનિઝામી–રાહતી |
ત્રણ પ્રશ્નો → |
વાર્તા ૨૬.
અક્કલ અને મુર્ખતાની પરિક્ષા.
એક દિવસે બાદશાહે બીરબલને પૂછયું “બીરબલ ! અક્કલવંત કોને કહેવો અને મૂર્ખ કોને ગણવો?"
હાઝર જવાબ બીરબલે કહ્યું “ નામદાર જે માનવિ ધારેલી ધારણામાં સફળતા મેળવે એજ અકકલવંત, શાણો ચતુર અને જ્ઞાની કહી શકાય અને જે પોતાની ધારેલી ધારણામાં સફળતા ન મેળવતાં અધવચમાં જ અટકી પડે. તેને મૂર્ખ–દીવાનો જાણવો.”
આ સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેના ચાતુર્યના વખાણ કરવા લાગ્યો.