બીરબલ વિનોદ/આકાશમાં તારા કેટલા?
Appearance
← સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઈ નહીં | બીરબલ વિનોદ આકાશમાં તારા કેટલા? બદ્રનિઝામી–રાહતી |
હથેલીમાં વાળ → |
વાર્તા ૨૧.
આકાશમાં તારા કેટલા ?
એક પ્રસંગે બાદશાહે બીરબલને પૂછયું “ બીરબલ ! આકાશમાં તારા કેટલા હશે ? બીરબલે તરતજ બગીચામાં આવેલા એક મોટા આમલીના ઝાડ તરફ આંગળી બતાવી કહ્યું “હુઝુર પેલા વચલા આમલીના ઝાડનાં જેટલા પાંદડા છે એથી સવાયા આકાશમાં તારા છે, એટલે એ પાંદડાઓને ગણી તેનો હીસાબ લગાવી લો.” આ હાજર જવાબી સાંભળી બધા ખુશ થયા અને બાદશાહે બીરબલને ભારે સરપાવ આપ્યો.