બીરબલ વિનોદ/આ કઈ કોટડીની કુંચીઓ છે?
Appearance
← સાચા એહદી | બીરબલ વિનોદ આ કઈ કોટડીની કુંચીઓ છે? બદ્રનિઝામી–રાહતી |
વાતતો હું કરી લઇશ → |
વાર્તા ૧૦૬.
આ કઈ કોટડીની કુંચીયો છે?
બીરબલે એક દિવસે પોતાની દાસીના બાદશાહ આગળ વખાણ કર્યા એટલે બાદશાહે કહ્યું “ઠીક, ત્યારે એને બોલાવો, હું પણ જોઉં તો ખરો કે, તે કેવી ચતુર છે ?!”
બીરબલે સીપાહીને મોકલી દાસીને બોલાવી મંગાવી. દાસી આવી લાગતાં તેની કમ્મરે લટકતી કુંચીયો તરફ બાદશાહે આંગળી બતાવી પૂછ્યું “આ કઈ કોટડીની કુંચીયો છે?”
દાસીએ હાથ જોડીને અરઝ કરી “હુઝૂર ! જે કોટડીમાં જહાંપનાહ (તમે) કેદ હતા એજ કોટડીની આ ચાવીયો છે !! ”
આ ઉત્તર સાંભળી બાદશાહ લાજવાબ બની ગયો અને દાસીને ઘણું જ ઈનામ આપ્યું.