બીરબલ વિનોદ/ઇંદ્ર મોટો કે હું?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક ગુરૂના બે ચેલા બીરબલ વિનોદ
ઇંદ્ર મોટો કે હું?
બદ્રનિઝામી–રાહતી
લોખંડી ગુરૂભાઈ →


વાર્તા ૧૮.

ઇંદ્ર મોટો કે હું?

એક દિવસે બાદશાહ સૌ કરતાં વહેલો આવીને દરબારમાં બેઠો અને જે કોઈ દરબારી આવે તેને સવાલ કરતે “ઈંદ્ર મોટો કે હું” પણ કોઈ તેને જવાબ આપી ન શક્યો. તેમણે વિચાર્યું કે ‘જો ઈંદ્રને મોટો કહીશું તો બાદશાહ ગુસ્સે થશે અને જો બાદશાહને મોટો કહીશું તો તે કેવી રીતે મોટો છે તે સમજાવવું પડશે.’ આખરે બીરબલ દરબારમાં આવ્યો એટલે બાદશાહે તેને પણ એ સવાલ કર્યો. બીરબલે તરત જ હાથ જોડીને કહ્યું “નામવર ! આપ ઈંદ્રથી મોટા.” બાદશાહ બોલ્યો “ અરે, બીરબલ ! હું ઈંદ્રથી મોટો શી રીતે કહેવાઉં ?” બીરબલે કહ્યું “ જહાંપનાહ ! સૃષ્ટિના કર્તા બ્રહ્માએ સૌથી પ્રથમ ઇંદ્રનું અને આપનું પુતળું પેદા કર્યું અને બેમાંથી મોટો કોણ એ જોવા માટે એક મોટા ત્રાજવાના અકેક પલ્લામાં એક એક પુતળું મૂક્યું, ત્યારે ઇંદ્રથી તમે વજનમાં વધ્યા અને તમારું પલ્લું નીચે આવ્યું અને ઈંદ્રનું પલ્લું ઉંચુ ગયું. આપનું પલ્લું નીચે જમીન ઉપર આવવાથી આપને પૃથ્વિનું રાજ્ય મળ્યું અને ઇંદ્રનું પલ્લું ઉંચે જતાં તેને સ્વર્ગનું રાજ્ય સોંપાયું. એ ઉપરથી જ મેં આપને મોટા કહ્યા.”

બીરબલને આ પ્રમાણે બોલતો સાંભળી બાદશાહ રાજી થઈ ગયો અને તેને ઘણીજ શાબાશી આપી. બીરબલનું કહેવું ખરી રીતે જોતાં તો એમ હતું કે ઉંચું સ્થાન તે ઇંદ્રનું અને સૌથી નીચું તે તારૂં (બાદશાહનું). પણું બાદશાહ એ સમજી ન શક્યો અને પોતાને ઇંદ્ર કરતાં મોટો પૂરવાર કરાયેલો જાણી ખુશખુશ થઈ ગયો અને સૌ દરબારીયો પણ બીરબલની ચાલાકી અને હાઝર જવાબી જોઈ બહુજ હયરત પામ્યા.