બીરબલ વિનોદ/એક ગધેડાનો બોજો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પીર, બબર્ચી, ભિશ્તી, ખર બીરબલ વિનોદ
એક ગધેડાનો બોજો
બદ્રનિઝામી–રાહતી
તુમ બડે ગધે હો →


વાર્તા ૧૨.

એક ગધેડાનો બોજો.

એક દિવસે ઉનાળાની ઋતુમાં બાદશાહ અને બીરબલ પ્રાતઃકાલના સમયે વાયુ વિહાર માટે ગયા હતા. જ્યારે સૂર્યોદય થયો અને ગરમી કાંઈક વધારે લાગી એટલે બાદશાહે બીરબલને કહ્યું “ અત્યારે ગરમી વધારે લાગે છે, માટે મારો આ ઝબ્બો તું ઉપાડી લે.” બીરબલે ઝબ્બો ખભાપર નાંખી લીધો. થોડે દૂર પહોંચ્યા બાદ બાદશાહે કહ્યું “બીરબલ ! અત્યારે તારી ઉપર કેટલો બોજો છે?” બીરબલે કહ્યું “હુજૂર ! એક ગધેડાનો.” આ જવાબ સાંભળી બાદશાહ લજ્જિત બની ચુપ થઈ ગયો