બીરબલ વિનોદ/પીર, બબર્ચી, ભિશ્તી, ખર

વિકિસ્રોતમાંથી
← કૃતજ્ઞ અને કૃતઘ્ન બીરબલ વિનોદ
પીર, બબર્ચી, ભિશ્તી, ખર
બદ્રનિઝામી–રાહતી
એક ગધેડાનો બોજો →


વાર્તા ૧૧.

પીર, બબર્ચી, ભિશ્તી, ખર.

એક પ્રસંગે આદશાહે બીરબલને કહ્યું :–

લા કોઈ ધીરન એસા નર, પીર, બબર્ચી ભિશ્તી, ખર.

એ સાંભળતાંજ બીરબલે શહેરમાંથી એક બ્રાહ્મણને પકડી લાવી હાજર કર્યો, અને કહ્યું “ હુઝૂર ! આ બ્રાહ્મણ જગદ્ગુરૂ હોવાથી પીર છે, બધા માણસો એના હાથે રાંધેલી રસોઈ જમે છે એટલે બબર્ચી પણ એજ અને પાણી પાવાને કારણે એ ભિશ્તી પણ કહેવાય તથા મુસાફરીએ જતાં એજ મહારાજને માથે બોજો મૂકવામાં આવે છે એટલે ખર (ગધેડો) પણ ખરો. જુઓ, એ ચારે ગુણો એમાં રહેલા છે કે નહીં?"

બાદશાહે તે વાત મંજૂર રાખી બીરબલને ભારે સરપાવ આપ્યો.