લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/કુરઆનની મીંડા વિનાની ટીકા

વિકિસ્રોતમાંથી
← હા મહેરબાન ! બીરબલ વિનોદ
કુરઆનની મીંડા વિનાની ટીકા
બદ્રનિઝામી–રાહતી
લોટા નથી →


વાર્તા ૫૪.

કુરઆનની મીંડા વિનાની ટીકા.


શેખ ફયઝી ઘણોજ વિદ્વાન મંત્રી હતો. તેણે કુરઆનની “ સબાતહુલ ઈલહામ ” નામથી એવી ટીકા બનાવી જેમાં નુક્તા (મીંડા) વાળો કોઈ પણ અક્ષર ન હતો. આ કાર્ય ઘણું જ કઠિન છે. અને ફયઝી શિવાય કોઈ અન્ય વિદ્વાન આજસુધી એવા પ્રકારની ટીકાનું પુસ્તક રચી શક્યો નથી; કેમકે ફારસી અને અરબીમાં નુકતાવાળા અક્ષર ૧૮ છે અને નુકતા વગરના ૧૫ અક્ષર છે. આમ હોવા છતાં “બિસ્મિલ્લાહ” લખવા માટે મુંઝવણ પડી, કેમકે પુસ્તકના આરંભમાં એ તો લખવી જ પડે. બહુજ વિચાર કર્યા છતાં કાંઇ સમજ ન પડી એટલે ફયઝીએ બીરબલની સલાહ લેવા તેને પૂછ્યું “પ્રિય મિત્ર ! મારી મીંડા વગરની ટીકાને મથાળે “બિસ્મિલ્લાહ” ને બદલે શું લખું?”

બીરબલની અક્કલ ઘણે દૂર સુધી પહોંચતી હતી. તેણે ઝટ કહ્યું “કલ્મા (કલ્મા-ઈસ્લામનો મહામંત્ર–માં એક પણ મીંડાવાળો અક્ષર નથી ) લિખ દો.”

આ સાંભળતાંજ ફયઝી હર્ષઘેલો થઈ ગયો, તેણે કહ્યું “ભાઈ ! આટલોજ અંશ આ પુસ્તકમાં ગુરૂત્વનો શેષ રહી ગયો હતો.”