લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/કોણ જીતશે ?

વિકિસ્રોતમાંથી
← ‘મલ’ શબ્દનો અર્થ? બીરબલ વિનોદ
બુદ્ધિસાગર
બદ્રનિઝામી–રાહતી
બીરબલની કૂતરી →


વાર્તા ૧૩૯.
કોણ જીતશે?

એક સમયે લડાઈપર જતી વખતે બાદશાહે બીરબલને પુછયું “કેમ, બીરબલ! અમે જીતીશું કે હારીશું ?”

બીરબલે કહ્યું “પૃથ્વિનાથ ! એનો ઉત્તર રણભૂમિમાં આપીશ."

જ્યારે સંગ્રામભૂમિમાં પહોંચ્યા, ત્યારે બીરબલે બાદશાહને કહ્યું “ હુઝૂર ! આપની જીત થશે.”

બાદશાહે પૂછયું “કેવી રીતે ? ” બીરબલ બોલ્યો "ધર્માવતાર ! સાંભળો. શત્રુ હાથીપર સ્વાર થઈને આવ્યો છે, અને હાથી અપશુકનયોી છે, પોતાને માથે ધૂળ નાખે છે અને આપ ઘોડા પર બેઠા છો જે ગાઝીમર્દ કહેવાય છે. એટલે આપનો વિજય અવશ્ય છે."

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને બીરબલના કથનાનુસાર સંગ્રામમાં વિજય પ્રાપ્તી થતાં તેને ભારે મૂલ્યવાન પારિતોષિક આપ્યું.