લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/બીરબલની કૂતરી

વિકિસ્રોતમાંથી
← કોણ જીતશે ? બીરબલ વિનોદ
બીરબલની કૂતરી
બદ્રનિઝામી–રાહતી
છ પ્રશ્નો →


વાર્તા ૧૪૦.
બીરબલની કૂતરી.

એક દિવસ બીરબલ પોતાની કૂતરીને સાથે લઈ ફરવા નીકળ્યો હતો, એવામાં બાદશાહ સ્હામેથી ઘોડા ઉપર બેસીને આવ્યો. તેણે બીરબલ સાથે કૂતરી જોઈ વિનોદમાં પૂછયું “બીરબલ કુતીયાકા કયા લેગા ?”

હાઝર જવાબ બીરબલે એવોજ દંદાંશિકન જવાબ આપ્યો કે “ હુઝૂર કુતીયાકે કયા દેંગે ?

બાદશાહ આ જવાબ સાંભળી નિરૂત્તર બની ગયો.