લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/જાઝરૂમાં ચિત્ર

વિકિસ્રોતમાંથી
← બેટી દેદો, પોતા દિલાદો બીરબલ વિનોદ
જાઝરૂમાં ચિત્ર
બદ્રનિઝામી–રાહતી
આ પણ અમારૂં જ છે ! →


વાર્તા ૧૨૯.

જાજરૂમાં ચિત્ર.

એક સમયે બાદશાહે બીરબલને એક આવશ્યકીય કાર્યને માટે ઈરાનના બાદશાહ પાસે મોકલ્યો. બીરબલ ઈરાન પહોંચ્યો, એટલે શાહે તેનો ભારે સત્કાર કર્યો. બીર બલના બુદ્ધિચાતુર્યનાં વખાણ ઈરાન સુધી પહોંચી ચૂક્યા હતા એટલે ત્યાંના શાહે તેની પરિક્ષા કરવા માટે જાઝરૂમાં અકબરનું ચિત્ર લટકાવી દીધું. બીરબલ જ્યારે શૌચ કર્મથી નિવૃત્ત થવા જાઝરૂમાં ગયો, ત્યારે ત્યાં તેણે અકબરનું ચિત્ર ટંગાવેલું જોયું એટલે તે ઉલ્ટા પગલે પાછો વળ્યો, અને ઈરાનના શાહને પૂછવા લાગ્યો “હુઝૂર ! શું આપને કબઝીયાતનો વ્યાધિ લાગુ પડ્યો છે?"

શાહે વિસ્મય પામી તેમ પૂછવાનું કારણું પૂછયું એટલે બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “ જાઝરૂમાં આપે અક બર બાદશાહનું ચિત્ર ટંગાવ્યું છે, એ આ વાતની સાક્ષી પૂરે છે. કેમકે એ મહાપ્રતાપી શહેનશાહને જોવાથી આપને કબઝીયાત દૂર થઈ સ્હેલાઈથી દસ્ત આવતો હશે.”

શાહ આ દંદાંશિકન (દંતભંજક) જવાબ સાંભળી નિરૂત્તર બલ્કે ઘણોજ લજ્જિત બની ગયો.