બીરબલ વિનોદ/તમારા કેટલા પુત્ર છે?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાતતો હું કરી લઇશ બીરબલ વિનોદ
તમારા કેટલા પુત્ર છે?
બદ્રનિઝામી–રાહતી
આપ જગત્‌પિતા છો. →


વાર્તા ૧૦૮.

તમારા કેટલા પુત્ર છે ?

એક દિવસે બાદશાહે બીરબલને સવાલ કર્યો કે “ બીરબલ! તારાં લગ્ન ક્યારે થયાં ?” બીરબલે કહ્યું “હુઝૂર! પાંચ વર્ષ થયાં હશે.”

બાદશાહે પુછ્યું “તારા પુત્ર કેટલા છે?”

બીરબલ બોલ્યો “ જહાંપનાહ ! એક પુત્ર છે.”

આ સાંભળી બાદશાહે કહ્યું “ ઓહો, ખાનખાનાનાં લગ્ન થયે હજુ ત્રણ વર્ષ થયાં હશે એટલામાં તો, તેમને ત્રણ પુત્રો પણ થયાં અને તમારે માત્ર એકજ પુત્ર?!”

બીરબલે કરસમ્પુટ કરી કહ્યું “નામદાર ! એમની પાસે સિપાહીઓ પણ ઘણા છે ને ? !”

આ જવાબ સાંભળી બાદશાહ ખડખડાટ હસી પડ્યો, પણ ખાનખાનાનને પગથી માથા સુધી આગ લાગી ગઈ પણ કરે શું?