બીરબલ વિનોદ/હસાવે તો ઈનામ આપું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દીવા હેઠળ અંધારૂં બીરબલ વિનોદ
ચોર પકડવાની કળા
બદ્રનિઝામી–રાહતી
વખત તેવાં વાજાં →


વાર્તા ૮૪.

હસાવે તો ઈનામ આપું..

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું કે "બીરબલ ! જો તું મને હસાવીશ તો તને મોટું ઈનામ આપીશ.” આ સાંભળી બીરબલે અનેક યુક્તિઓ ચલાવી બાદશાહને હસાવવાની મહેનત કરી, પણ બાદશાહ હસ્યો નહીં. છેવટે બીરબલે બાદશાહના કાનમાં કહ્યું “જહાંપનાહ ! જો આપ હવે નહીં હસશો તો હું મોટેથી બુમો મારી ઘમસાણ મચાવી મૂકીશ.” છતાંએ બાદશાહ સ્હેજ પણ ન હસતાં મૌન ધારીને બેઠો. આ પ્રકાર જોઈ બીરબલે ચેષ્ટા કરવા માંડી એટલે બાદશાહને તે ચેન ચાળા જોઈ હસવું આવી ગયું. બીરબલ તો વાટજ જોતો હતો, તેણે ઝટ ઉભા થઈ કહ્યું “નામદાર ! આપની શરત પૂર્ણ થઈ માટે ઈનામ હાઝર કરો.”

બાદશાહે તેની બુદ્ધિ અને તર્કશક્તિના ભારે વખાણ કર્યા અને કહ્યા પ્રમાણે ભારે ઈનામ પણ આપ્યું.