બીરબલ વિનોદ/હોડીનો પ્રબંધ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આ પણ અમારૂં જ છે ! બીરબલ વિનોદ
હોડીનો પ્રબંધ
બદ્રનિઝામી–રાહતી
આન પડી હે →


વાર્તા ૧૩૧.

હોડીનો પ્રબંધ.

એક દિવસ બાદશાહ અને બીરબલ ફરતા ફરતા એક ગામમાં જઈ પહોંચ્યા. અકબરે એક રસ્તે જતા માણસને પૂછયું “ ભાઈ! તારૂં નામ શું છે?” પેલાએ ઉત્તર આપ્યો “ગંગા.” બાદશાહે કહ્યું “તારા બાપનું નામ?” પેલાએ જવાબ આપ્યો "યમુના."

આ જોઇ બીરબલે તેના ભાઈ અને માનું નામ પૂછતાં તેણે અનુક્રમે “નર્મદા” અને “સરસ્વતી નામ બતાવ્યાં. બીરબલ જેવો વિનોદી પુરૂષ ચુપ રહે એ અસંભવિત જ ગણાય. તેણે પેલા ગામડીયાને કહ્યું “બસ, બસ, લગાર થોભીજા ભાઈ! મ્હને પ્રથમ હોડીનો પ્રબંધ કરી લેવા દે, નહીં તો આપણે બધા તણાઈ જઈશું !!”

આ ઉત્તર સાંભળી બાદશાહ અને પેલો ગામડીયો બેઉ ખડ્ખડ્ હસવા લાગ્યા.