ભદ્રંભદ્ર/૨૬. બ્રહ્મભોજનની ચિંતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો ભદ્રંભદ્ર
૨૬. બ્રહ્મભોજનની ચિંતા
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૨૭. નાતનો જમણવાર →


૨૬ : બ્રહ્મભોજનની ચિંતા

'કેસ' નો નિકાલ થઈ જાય ત્યાં સુધી મુખ્ખોચ્ચાર્વ્યાપાર માં શાંત રહેવા ની ભદ્ર્ંભદ્ર ને મિત્રોએ સલાહ આપી. અને વિચાર કરી જોયા પહેલા અને વિચાર કરી જોયા પછી, તેમને એ ઠીક લાગ્યું, કોર્ટ શું કરશે એ વિશે ચિંતા કે ભય તો મને કાંઇ છેજ નહી એમ તેઓ વારંવાર કહેતા. તેમને એમ કહેવું હતું કે,

'સુધારાવાળા અથવા કાયદાવાળા વધારે માં વધારે શિક્ષા મૃત્યુ ની કરી શકે. પણ મૃત્યુ ને મેં જીત્યુ છે. વેદ મંત્રોચ્ચાર થી વાયુ ને ગતિમાન કરી સમિપ આવતાં મૃત્યુ ને હું દર હઠાવી શકુ છું. પૂર્વકાળ માં તપસ્વીઓ હજારોનાં હજાર વર્ષ જીવતા હતા તે સુધારાવાળા અને કાયદાવાળા માનતા નથી તે કેવળ તેમનું અજ્ઞાન છે. શબ્દધ્વનિ થી વાયુ માં ઊર્મિવાળી ગતિ ઉત્પન્ન થાય છે એમ પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાનમાં કહે છે તે સુધારાવાળા તથા કાયદાવાળા ખરૂં માને છે અને તેથી જ સિદ્ધ થાય કે વેદમંત્રના ધ્વનિથી વાયુમાં એવી ઉર્મિઓ ઉત્પન્ન કરી તેના ધક્કાથી તપસ્વીઓ મૃત્યુને દૂર ને દૂર રાખી શકતા હતા. મંત્રના અર્થનું નહિ પણ શબ્દનું આ ફળ હતું (અને આવું ફળ તેમના જાણવામાં હતું એમ ઋગ્વેદસંહિતા થી જણાય છે). તેથી જ અર્થ સમજ્યા વિના મંત્રોચ્ચાર કરવાની ઋષિઓએ આજ્ઞા કરી છે. અર્થજ્ઞાનની આવશ્યક્તા વિશે સુધારાવળાઓ જે પ્રમાણ દર્શાવે છે તે માત્ર તેમણૅ પોતે ઊભા કરેલા અને કલ્પિત છે. મંત્રોચ્ચરથી મૃત્યુને દૂર હઠાવવાની આ શક્તિ મેં પણ પ્રાપ્ત કરી છે અને મૃત્યુને વધારે ભયનું કારણ હોઇ શકતું નથી, તેથી હવે સમસ્ત આર્યપક્ષ મૃત્યુના ભયથી તથા પ્રત્યેક પ્રકારના દુ:ખ અને આપત્તિના ભયથી વિમુક્ત છે. કોઇ ભયકારણ તેમનો સ્પર્શ કરી શકશે જ નહિ.'

મ્રુત્યુંજય પુરુષની નિકટ અહોરાત્ર રહેનારો હું અમર થઈ ગયો હતો એ તો મારી ખાતરી હતી પણ બીજાં બધાં ભયકારણ દૂર ગયેલાં છતાં મેજિસ્ટ્રેટ શિક્ષા કરશે એવી સહેજસાજ ભીતિ મને રહેલી હતી. આ ભીતિ આર્યોચિત શ્રદ્ધાથી વિરોધી હતી માટે ભદ્ર્ંભદ્ર્ને મેં તે વિશે ખબર પડવા દિધી નહોતી. અંદરખાને તેમને પણ મારા સરખી ભીતિ હોય એમ મારી ઇચ્છા હતી તે ફલીભૂત થવાથી અથવા બીજા કોઇ કારણથી તેમણે હાલ તેમણે સાર્વજનિક કામોમાં ન પડતાં શાંત રહેવાનીમિત્રની સૂચના કબૂલ રાખી. ભદ્રંભદ્ર શાંત થવાથી આખી દુનિયા શાંત થશે અને તેથી માજિસ્ટ્રે ટ વાજબી તુલનાથી ન્યાસય કરી અમને છોડી મૂકી શકશે. એમ કેટલાકની દલીલ હતી અને ભદ્રંભદ્ર ભાષણો કરી વાગ્યુાધ્ધે કરવા બહાર પડશે તો એવા ઝઘડા કરનાર માણસ મિજાજ ખોઇ મારામારીમાં ઉતરી પડે એ માજિસ્ટ્રે ટ સંભવિત માનશે એમ કેટલાકની દલીલ હતી. પરંતુ એ સર્વમાં ભીતિ અન્તિર્ભૂત રહેલી હતી તેથી શાંત રહેવાના આવાં કારણ ભદ્રંભદ્ર સ્પતષ્ટપ રીતે કબૂલ કરતા નહોતા.

ભાષણયાત્રા બંધ થવાથી વખત કહાડવો અઘરો થઇ પડયો. નિત્યા ભદ્રંભદ્રના વકતૃત્વહ પ્રયોગથી આવેશપૂર્ણ થઇ પૂર્ણાયમાન બનવાની ટેવ હોવાથી હવે એ શ્રવણનો પ્રસંગ બંધ થઇ જતાં મારી આ દશા એવી થઇ કે, ભદ્રંભદ્ર કલ્પેીલા સામ્ય પ્રમાણે, લગ્નત તથા મરણને નિમિત્તે દિનપ્રતિદિન પરાન્નર જમનારને સિંહસ્થક સૂર્યના વર્ષમાં તેમાં વળી લોકોની તંદુરસ્તીર અતિશય સારી હોતાં ઉભય નિમિત્તના ભોજન પ્રસંગ બંધ થઇ જવાથી પોતાને ઘેર પોતાને ખર્ચે ઉદર ભરવાનો સમય આવ્યોસ હોય ત્યાતરે જ મારી અન્તભર્વેદના સમજી શકનાર માણસ મળે. ભાષણશ્રવણની સાથે વળી સુખ-દુખના અને સાહસપરાક્રમના અનેક પ્રસંગો આવતા હતા તે પણ બંધ થઇ ગયા. એ પ્રસંગોમાં કદી કદી ભદ્રંભદ્રને થતી શરીરપીડાથી મનોરંજન થતું હતું એમ કહેનારો મારો આર્યપક્ષવિરોધી હેતુ નથી; એવી સંકડામણની વેળાએ પણ તેમની પાસે રહી તેમને દુઃખ વેઠતા જોયાથી એક પ્રકારનો સંતોષ થતો હતો, અને ‘પ્રહારો પડતાં છતાં મારું શરીર ભગ્નમ થતું નથી, તે સંજ્ઞારૂપે સૂચવે છે કે સુધારાવાળાના આઘાત થતાં છતાં આર્યપક્ષ અખંડિત રહેશે’ એમ દરેક વિપત્તિને અંતે કહેતા તેમને સ્વકસ્થળતા હતી અને હર્ષતે સાંભળી મને હર્ષ થતો હતો.

નિર્વ્યા‍પાર થવાથી ભદ્રંભદ્ર ઘણોખરો કાલ નિદ્રામાં અને ભોજનમાં નિર્ગમન કરતા હતા. અને જે થોડો ઘણો વખત બાકી રહે તે જાગતા સૂઇ રહેવામાં અને કાચુંકોરૂં ખાવામાં કહાડતા હતા. વાર્તાલાપમાં તો મિત્રો તેમને ઉતારતા નહિં, કેમ કે તેમાંથી તે ભાષણની વૃતિમાં આવી જતાં. રમતો રમવી એ તેમને સનાતન આર્યધર્મ વિરોધી લાગતું હતું. કેમ કે બ્રાહ્મણે મહોટી ઉંમર રમતો રમવી એવું શાસ્ત્રોમમાં કોઇ ઠેકાણે તેમને જડતું નહોતું. તેથી નિદ્રા અને ઉપનિદ્રાના તથા ભોજન અને ઉપભોજનના ઉપર કહેલા પ્રકારના સાતત્ય થી જયારે કોઇ વખત સહેજસાજ કંટાળો આવતો ત્યારરે સર્વ એકઠા થઇ એકબીજાના સામું મૂંગા મૂંગા જોયા કરતા હતા.

આવે એક પ્રસંગે ભદ્રંભદ્રના પંદર-વીસ મિત્રો તેમની આસપાસ કૂંડાળું વળી બધ્ધજમુખ થઇ બેઠા હતા અને વારાફરતી એકબીજાના સામું તથા ભદ્રંભદ્રના સામું શૂન્ય દ્રષ્ટિસથી તથા શૂન્યય ચિત્તથી ટગર ટગર જોતા હતા અને આમ એક-બે કલાક ચાલ્યા્ ગયા હતા, તેવામાં ભદ્રંભદ્ર એકાએક ઉભા થઇને દૂધ અને ગાંડપણની શંકા સર્વ કરી રહે તે પહેલાં ‘બ્રહ્મભોજન!’ એવી બૂમ પાડી ઉઠયા. ભોજન સમયમાંથી કેટલોક કાળ વ્યર્થ જવાથી આ ઉદ્દગાર થયો શકે એમ પ્રથમ લાગ્યું પણ, ‘બ્રહ્મભોજન ! અહા બ્રહ્મભોજન ! આહાહા તારી કેવી વિસ્મૃતિ ! આહાહાહા તને કેટલો અન્યાય ! આહાહાહાહા કયાં તને આપેલું તે વચન ! આહાહાહાહાહા કયાં તે વચનનું પાલન ! સખે બ્રહ્મભોજન ! ગુરો બ્રહ્મભોજન ! દેવ બ્રહ્મભોજન !’ એમ ઉત્ક્રોશ કરી ભદ્રંભદ્ર મૂર્છાગત થયા તેથી વકતવ્યિ બીજું જ કાંઇ છે એમ લાગ્યું . ભાન આવ્યા પછીની તેમની સ્થિતિ ભાન આવ્યા પહેલાંની તેમની સ્થિતિથી બહું ભિન્ન નહોતી, પણ ‘નામધારણ-તપ્તછમુદ્રા-દેવાનાં પ્રસન્નાતા-ભૂદેવાના આજ્ઞા-આજ્ઞા કરાવવા પ્રલોભન-ગોરની સૂચના સંકલ્પન-માધવબાગ સભા-મોહમયી પ્રતિગમન-પાછા આવ્યાન-કોણે કરાવ્યુંઆ બ્રહ્મભોજન ? કયારે કરાવ્યુંક બ્રહ્મભોજન? કયાં કરાવ્યુહ બ્રહ્મભોજન ?’ એવાં તૂટક વાકયોથી મને સ્મૃણતિ થઇ કે ‘ભદ્રંભદ્ર’ નામ ધારણ કર્યુ ત્યાંરે કપાળ ઉપર એ શુભ નામ તપ્તવલોહથી મુદ્રિત કરાવવાનો તેમનો વિચાર હતો, પણ સર્વ દેવોને એ નામ અનુમત છે કે નહિ એ પ્રથમથી જાણવાની જરૂર લાગવાથી અને જિંદગાની પૂરી થતાં સુધીમાં સર્વ દેવો પોતાની અનુમતિ પ્રકટ કરશે કે નહિ એ શકભરેલું લાગવાથી ગોરની સૂચનાથી ઠર્યું હતું કે દેવોને આ વિષયમાં અનુમતિ પ્રકટ કરવાની ભૂદેવો આજ્ઞા કરે તે માટે ભૂદેવોને લલચાવવા મુંબઇ માધવબાગ સભામાં જઇ પાછા આવી બ્રહ્મભોજન કરાવવું - આમ કરવાની ભદ્રંભદ્રે પ્રતિજ્ઞા કરી હતી તે હજી સુધી પળાઇ નહોતી. આનું એકાએક સ્મવરણ થઇ આવવાથી વિપરીતતા બની એમ સમજાયું.

શોકથી-આવેશથી-ત્રાસથી ભદ્રંભદ્ર કંપવા લાગ્યાી. સાંત્વ ન દઇ તેમને શાંત કરવાના પ્રયત્ના વ્યૃર્થ ગયા અને તેઓ ધૂણવા માંડશે એમ બીક લાગવા માંડી. આખરે બ્રહ્મભોજનની તૈયારી વિલંબ વિના પોતાને ખર્ચે કરાવવાનું જયારે મિત્રોએ માથે રાખ્યુંગ ત્યાપરે તે સ્વરસ્થય થયા. વચનભંગ થયાથી શિવ કોપશે એમ ભીતિ લાગવાથી અથવા શિવ કોપ્યા છે એમ અલૌકિક દ્રષ્ટિ થી જણાવાથી આ સંરમ્ભન થયો એમ મારૂં ધારવું છે, કેમ બ્રહ્મભોજનની વ્યપવસ્થાઅ નક્કી કર્યા પછી રાત્રે પહેલાંની પેઠે નૃત્યા કરતાં મેં તેમને જોયા હતાં. કેટલાક દુષ્ટો હતા કે કેદમાં જતાં પહેલાં મિષ્ટાન્ન જમી લેવાની આ યુક્તિ હતી અને કેટલાક કહેતા હતા કે નિર્ભયતાનો આડંબર છતાં માજિસ્ટ્રેટની ભીતિ રહેલી હોવાથી શિક્ષાનું નિવારણ કરવા પુણ્યાર્થે આ બ્રહ્મભોજન યોજયું હતું. આ વાત ભદ્રંભદ્રે પોતે ખુલાસા સાથે કહી નથી, પણ પ્રતિજ્ઞાનું વિસ્મણરણ થવાનું કારણ તો તેમણે એ આપ્યું હતું કે ‘સુધારાવાળાનું આ કૃત્ય છે એમાં સંશય નથી. આ વાત મને ભુલવવામાં બીજા કોઇને શો લાભ હોય ! મારું નામ જેમ પૃથ્વીનમાં પ્રસિધ્ધછ થઇ રહ્યું છે તેમ સ્વ ર્ગમાં, દેવોમાં પણ પ્રસરી રહે તેનો દ્વેષ સુધારાવાળા વિના બીજા કોને હોય ? મારું નામ મારા કપાળ પર સુશોભિત રીતે મુદ્રિત થાય એ સુધારાવાળા વિના બીજા કોનાથી ન ખમાય ? શાસ્ત્રુપ્રમાણનો અભાવ છતાં પાશ્ચાત્યી ‘કાર્ડ’ પર નામાક્ષર લઇ ફરનારા સુધારાવાળા નામ દર્શાવવાની આ આર્યરીતિનું પરમ રહસ્યપ શી રીતે સમજી શકે ? અને ભોજનથી પુષ્ટપ થઇ બ્રાહ્મણો દેવોને પણ વશ કરવા શક્તિમાન થાય છે એ ચૈતન્યા‍વાદનો સિધ્ધાંીત બ્રાહ્મણોના ફૂલતા તુંદ વડે સંજ્ઞાશાસ્ત્રા નુસાર દ્રષ્ટિે થાય છે, તે ખ્રિસ્તીે ધર્મના જડવાદમાં પડેલા સુધારાવાળા-શી રીતે સમજાવી શકે? તેથી સુધારાવાળાઓએ જ આ વિસ્મૃરતિ કોઇ છલથી કરાવી છે એ વિના બીજું શું સિધ્‍ધ થાય છે કે થવું યોગ્યા છે ?’ વિલંબ વિના બ્રહ્મભોજનની તૈયારીઓ થવા લાગી. બહુ દિવસથી મંદ પડી ગયેલો ઉત્સાહ ભદ્રંભદ્રમાં ઉત્તેજિત થઇ આવયો. તેમની મીંડા જેવી ગોળ અને નાની પણ ચંચળ આંખોમાં અપૂર્વ ઉલ્લાસનો પ્રકાશ ચળકવા લગ્યો . તેમની મુખમુદ્રા પર ઘડી ઘડી આવી જતી સ્મિતરેખાઓ છેક અંદરના ઉંડાણનો સંતોષ દર્શાવતી હતી અને હલનચલનમાં રાસભ કરતા અશ્વને વધારે મળતી આવતી તેમની ત્વરિત ગતિથી તેમનામાં ચમત્કારિક ફેરફાર થયેલો દેખાતો હતો. ભોજનસમારંભમાં તેમને પોતાને કંઇ ખર્ચ કરવાનો નહોતો તેથી તેમનો હર્ષ કેવળ નિષ્કલંક અને શુધ્ધી હતો અને તે હર્ષને તેઓ પાણીની કાળાશ વિનાના જલશૂન્ય વાદળાની, રૂપિયાની કાળાશ વિનાની ખાલી કોથળાની તથા ખાંડની કાળાશ વિનાના મોળા દૂધની ઉપમાં આપતા હતાં. ભાષણનો નિષેધ હોવાથી તે વધારે બોલતા નહોતા તેથી બ્રહ્મભોજન પ્રતિ જે જે આર્યોચિત પ્રેર્મોમિઓ તેમના ચિત્તમાં ઉત્પન્ન થતી હતી; તે બધીનો આવિર્ભાવ થઇ શકતો હતો. તોપણ તેમણે પોતાની નોટબુકમાં આ પ્રસંગે લખી લીધેલી નોંધ ઉપરથી તેમના ચિત્તની ઉથલપાથલનો કાંઇક ખ્યાલ આવી શકે છે: ‘બ્રહ્મભોજન-એમાંથી બ્ર-હ્મ-ભો-જ-ન એ પ્રત્યે ક અક્ષરની વેદોકતતા સિધ્ધિ કરવી-તે પ્રત્યે કનો શાસ્ત્રા ધાર સુધારાવાળાઓને દર્શાવવો પ્રત્યેક અક્ષર - જોડા અક્ષમાંનો પ્રત્યેતક અક્ષર - તેમાંના પ્રત્યેપક કાનામાત્ર – એ પ્રત્યેાક વિશે મહાભારતથી પણ મોટો ગ્રંથ લખવાની આવશ્યયકતા – ભોજન બ્રહ્મમય બને છે – બ્રહ્મ ભોજનમય બને છે - બ્રહ્મભોજન તથા ભોજનબ્રહ્મનો સંજ્ઞાશાસ્ત્રાદ્રષ્ટિયએ ભુદ તથા ચૈતન્યાવાદદ્રષ્ટિ એ અભેદ – બ્રહ્મભોજનનું રહસ્યા – એ વિષયમાં સુધારાવાળાની ભૂલ – રહસ્યર મોદકમાં નથી પણ મોદકની મીઠાશમાં છે – એથી અર્થશાસ્ત્રશ ખરાં ઠરે છે બ્રહ્મભોજનથી રહસ્યાજ્ઞાન થાય છે – ભોજન કરનાર બ્રાહ્મણો અદ્દભૂત શક્તિધારણ કરે છે – ભોજન કરવાની સર્વની ઇચ્છા- તૃપ્તજ કરી શકે છે - માત્ર પોતાની ભોજનેચ્છા તૃપ્ત કરી શકતા નથી – બ્રહ્મભોજન જમી ધરાયેલો બ્રાહ્મણ કલ્પૃવૃક્ષસમ છે – પ્રેતાત્માપને તે વૈકુંઠમાં મોકલી શકે છે - ચોપડા જોઇ ધર્મરાજાએ ગમે તેવી આજ્ઞા કરી હોય તોપણ જીવતા મનુષ્યોપને તે લક્ષાધિપતિ કરી શકે છે – પોતે ભિખારી રહે છે તોપણ – ભોજનના ખર્ચ ઓછા કરવાનો સુધારાવાળાનો દુરાગ્રહ અક્ષમ્ય – ધનપ્રાપ્તિતનું આ મૂળ તેમને વિદિત જ નથી – પાશ્ચાત્યા અર્થશાસ્ત્ર્માં આર્યરહસ્ય‍ની આ કલ્પમના પણ જોવામાં આવતી નથી – અન્નચ દેવ છે – બ્રાહ્મણ દેવ છે – બે દેવોનો સંયોગ – બ્રાહ્મણ વધારે મહોટો દેવ છે – તેનાના દેનો ભક્ષ કરે છે. - બે મત્ય્બ્રનો મેળાપ થતાં મહોટો મત્ય્શા નાના મત્ય્બ્રને ગળે છે તેમ – દેવોનો આવો યોગ કરવાનું પરમ - પુણ્ય - તે નહિ જાણનારા જ બ્રહ્મભોજનની નિંદા કરે છે – બ્રહ્મા, વિષ્ણું, મહેશ્વરને ભોજન પ્રિય છે કેમ કે તે ભોજન નથી કરતા એવું કંઇ પ્રમાણ નથી, તો બ્રાહ્મણને ભોજન પ્રિય શા માટે ન હોય ?....’ બ્રહ્મભોજનના પક્ષને મજબૂત કરવાની દલીલો ભદ્રંભદ્ર નિત્ય પોતાની નોટબુકમાં ઉમેર્યા જતા હતા અને ભોજનની ઘડી છેક પાસે આવી ત્યાં સુધી વધારો કર્યા ગયા. વધારે ઉદર વ્યાપારનો પ્રસંગ આવતાં લખવાનું તેમણે બંધ કર્યું.