મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ કાસિમ અલ ઝહરાવી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અબૂ ઈશ્હાક અલ ઝરકાલી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ કાસિમ અલ ઝહરાવી
સઈદ શેખ
યાકૂબ ઇબ્ને તારીક  →અબૂલ કાસિમ અલ ઝહરાવી
(ઈ.સ. ૯૩૬ - ઈ.સ. ૧૦૧૩). તબીબી શાસ્ત્ર
Al-Zahrawi-cropped.png

અબૂલ કાસિમ ખલફ અલ અબ્બાસ અલ ઝહરાવી પશ્ચિમમાં Albucais નામે જાણીતા છે. તેઓ મહાન શલ્યશાસ્ત્રીઓ (સર્જનો) માંથી એક છે. તેઓ શલ્ય (સર્જરી) સાધનોનાં શોધક તરીકે અને તબીબી વિશ્વકોષ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અલ ઝહરાવી આધુનિક શલ્ય શાસ્ત્ર ના પિતા (Father of Modern Surgery) તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેઓ વિશ્વના પ્રથમ ‘સર્જન’ (શલ્ય શાસ્ત્રી) મનાય છે.

અલ ઝહરાવી સ્પેનના કોર્ડોવા કે જે મુસ્લિમ સ્પેનની રાજધાની હતી – માં ઝહરા નામક Suburb માં જન્મયા અને ત્યાં જ મોટા થયા. અલ ઝહરાવીએ રાજા ચાલ હકમ દ્વિતીયના રાજદરબારી તબીબ તરીકે સેવાઓ આપી હતી.

અલ ઝહરાવી પ્રસિદ્ધ શલ્યશાસ્ત્રી (Surgeon)ના દર્દીઓ અને વિદ્યાર્થીઓ યુરોપના જુદા જુદા ભાગોમાંથી એમની પાસે નિદાન અને સલાહ માટે આવતા. વીલ ડુરાંના મત મુજબ એ સમયે કોર્ડોવા યુરોપીયનો માટે શાસ્ત્રક્રિયાઓ માટે પ્રસિદ્ધ ધામ હતું. ડૉ. કેમ્પબેલે ‘હિસ્ટ્રી ઓફ અરબ મેડીસીન'માં કહ્યું છે કે “અલ ઝહરાવીના તબીબી સિદ્ધાંતો યુરોપના તબીબી પાઠયપુસ્તકોમાં ગેલન કરતા પણ વધુ આગળ નીકળી ગયા હતા, ”

અલ ઝહરાવી પ્રસિદ્ધ છે એમના ૩૦ ખંડોમાં રચેલા તબીબી વિશ્વકોષ 'અલ તસરીફ લી મ એજાઝ અન ઈલ લતીફ' માટે. આ વિશ્વકોષનાં ૩ ખંડોમાં શસ્ત્રક્રિયાના જ્ઞાન ઉપરાંત પોતાની શોધો અને પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લા ખંડમાં ઘણા બધા ડાયાગ્રામ્સ ૧00 થી વધુ તબીબી ઓજારોની શોધ કરી હતી.

અલ ઝહરાવીએ ઘણી શસ્ત્રક્રિયાઓનું, રોગોના નિદાન વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. Cauterization, બ્લેડમાંથી પથરી કાઢવાની રીત, આંખની શસ્ત્રક્રિયા, કાન અને ગળા midwifery, મૃત ભૃણ કાઢવાની પદ્ધતિ, amputation, પ્રાણીઓના વિચ્છેદન અને stypics વગેરેનું વિસ્તૃત વર્ણન છે.

'અલ વસરીફ'નું ૧રમી સદીમાં લેટીન અનુવાદ, ક્રેમોના (ઈટાલી)ના જેરોર્ડ કર્યું હતું. આ ગ્રંથ યુરોપીય વિશ્વવિદ્યાલયોમાં સદીઓ સુધી પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવતું રહ્યું. મુસ્લિમો શસ્ત્રક્રિયાથી દૂર રહે છે એવી માન્યતાથી વિરૂદ્ધ અલઝહરાવીના આ ગ્રંથમાં તબીબી શાસ્ત્રી cupplied શાખામાં ઘણાબધા શસ્ત્રક્રિયાના ઉલ્લેખો છે. આ અનુવાદથી યુરોપમાં શસ્ત્રક્રિયા પાયા નંખાયા.' અલ ઝહરાવી ઘણાબધા તબીબી સાધનોના શોધક હતા, એમાંથી ત્રણ ખૂબ પ્રસિદ્ધ છે. (૧) કાનની આંતરિક ચકાસણી માટેનું સાધન (૨) urethra.... ની આંતરિક ચકાસણી માટેનું સાધન અને (૩) ગળામાંથી બહારની વસ્તુઓ કાઢવા માટેનું સાધન. તેઓ cauterization (જખમના ભાગને બાળી દેવાની ક્રિયા જેથી ચેપ વધતો અટકે) નામક પદ્ધતિ દ્વારા રોગોનું નિદાન કરવામાં નિપૂણતા મેળવી હતી અને આ પદ્ધતિ વિવિધ પ૦ ઉપરાંત શસ્ત્રક્રિયાઓમાં અજમાવી હતી.

'અલ તસરીફ'માં અલ ઝહરાવીએ વિવિધ ઔષધો બનાવવાની રીતો પણ વર્તાવી છે. આ ઉપરાંત વિશેષ શાખાઓમાં શાસ્ત્રક્રિયા કરવાનું વિસ્તૃત વર્ણન પણ છે. દા.ત. આજના આધુનિક યુગમાં આ શાખાઓ E.N.T. (કાન, નાક, ગળા) અને ઓપ્થાલ્મોલોજી (નેત્ર વિજ્ઞાન) વગેરે છે. ઔષધો બનાવવાની રીત ઉપરાંત એમના શુદ્ધિકરણની પદ્ધતિઓ પણ વર્ણવી છે. અલ ઝહરાવી દાંતોના રોગોના ઈલાજ માટે પણ પ્રસિદ્ધ હતા. એમના ગ્રંથમાં ઘણા બધા દાંતના રોગો તથા શસ્ત્રક્રિયાઓ અને એ સંબંધિત સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે.