મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
સઈદ શેખ
ઇબ્ને સીના →[  ]


મધ્યયુગના પ્રસિધ્ધ


મુસ્લિમ વૈજ્ઞાનિકો

લેખક :
સઈદ શેખ

: પ્રકાશક :
સબરસ પ્રકાશન
૬-ડી, આઝાદ પાર્ક, મક્કાનગર પાસે,
વેજલપુર, અમદાવાદ - ૩૮૦૦૫૫
ફોન : ૯૭૨૩૫ ૪૦૨૩૬

 

 
[  ]


: પ્રકાશક :
સબરસ પ્રકાશન
૬−ડી, આઝાદ પાર્ક, મક્કાનગર પાસે,
વેજલપુર, અમદાવાદ − ૩૮૦૦૧૫
ફોન : ૯૭૨૩૫ ૪૦૨૩૬© સઈદ શેખ


પ્રથમ આવૃત્તિ : એપ્રિલ, ૨૦૧૭
પ્રત : પ૦૦૭
કિંમત : રૂા. ૧૪૦/−: મુદ્રક :
યુનિક ઓફસેટ
તાવડીપુરા, દુધેશ્વર, એહમદઆબાદ.

 

 

[  ]અર્પણ

(મર્હૂમ) પિતાજી અબ્દુલ રસુલ શેખની પુણ્ય સ્મૃતિને
અને પ્યારી અમ્મી અમીનાબીબીના ચરણોમાં
સાદર.

 

 
[  ] 
પ્રસ્તાવના

માનવજાતની વૈચારિક ક્ષમતાને લીધે વિજ્ઞાનનો જન્મ થયો અને વિજ્ઞાનના વિકાસને લીધે માનવજાતની પ્રગતિ સંભવી શકી. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ નવાનવા આવિષ્કારો થઈ રહ્યા છે જેનો મુખ્ય ધ્યેય માનવજાતને વધારે ને વધારે સુખ−સગવડો આપવાનો છે. માનવજાતે જેટલી પ્રગતિ છેલ્લા ૧૫૦ વર્ષોમાં કરી છે એટલી અગાઉના વર્ષોમાં પણ કરી ન હતી. એનો અર્થ એ નથી કે આજના વિજ્ઞાનીઓએ કંઈક નવું કરી નાંખ્યું છે. બલ્કે સત્ય તો આ છે કે વિજ્ઞાનની મોટા ભાગની નવી શોધ એની પુરોગામી શોધના પાયા ઉપર જ આધારિત છે. આજની આધુનિક શોધો વાસ્તવમાં વર્ષો પહેલાં શોધાયેલી શોધો ઉપર જ આધારિત છે.

વિજ્ઞાનના ઈતિહાસમાં એક સોનેરી પ્રકરણ અબ્બાસી વંશના ખલીફાઓને આભારી છે. ઈસ ૮૩૦ માં બગદાદના ખલીફા મામૂન અલ રશીદે ‘જ્ઞાનગૃહ' (House of Wisdom) ની સ્થાપના કરી. આ જ્ઞાનગૃહ એક પ્રયોગશાળા, અનુવાદ માટે લાયબ્રેરી અને વિજ્ઞાનીઓની ચર્ચા વિચારણાનું કેન્દ્ર હતું. અહીં વિજ્ઞાનીઓ ગ્રીક અને રોમન ગણિત અને ફિલસુફીના ક્લાસીક ગ્રંથોનો સીરીયાક અને અરબી ભાષામાં અનુવાદ કરતા હતા. એમાં હુસૈન ઈબ્ને ઈશ્હાક તથા ઈશ્હાક ઇબ્ને હુનૈન જેવા ધુરંધર અનુવાદકો હતા. તો બીજા વિજ્ઞાનીઓ અહીં પોતાના પ્રયોગો કરતા હતા. આ અનુવાદ કાર્યને લીધે ક્ષેત્રીય ભાષાઓમાં પણ અનુવાદ થયા પરિણામે સ્થાનિક લોકો પણ જ્ઞાન−વિજ્ઞાન વિશે સમજવા લાગ્યા. નવમી સદીમાં શરૂ થયેલી અનુવાદ પ્રવૃત્તિ બારમી સદી આવતા આવતા સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ. યુરોપના ઈતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાતા આ સમયગાળામાં જ્ઞાનનો પ્રસાર પ્રચાર વધતો ચાલ્યો અને ૧૫ મી સદીમાં પુનઃ જાગૃતિ (Renaissance) નો પ્રારંભ થયો. એ પછી આધુનિક યુગની શરૂઆત ગણવામાં આવે છે. શૂન્યની શોધ ભારતમાં થઈ. પરંતુ એના પ્રચારપ્રસારમાં સૌથી મહત્વનો ફાળો આરબોનો હતો. આજના ડીજીટલ યુગમાં કમ્પ્યુટરની આખી ભાષા જ શૂન્ય અને એક ઉપર આધારિત છે. ત્યારે આપણે કહી શકીએ કે આધુનિક ડીજીટલ યુગનો પાયો નાંખનારા આરબો હતા.

જીપીએસસીની પરીક્ષામાં 'વિશ્વનો ઈતિહાસ' વિષયમાં જ્યારે તૈયારી કરી રહ્યો હતો ત્યારે આરબો અને મુસ્લિમ વૈજ્ઞાનિકો વિશે ગુજરાતીમાં ઘણી શોધખોળ કરી. પરંતુ કોઈ પુસ્તક મળ્યું નહીં. ત્યારે જ આના વિશે લખવાનું મનમાં નક્કી કરી લીધુ હતું. એ પછી થોડુંક લખાયું અને દુબઈ જવાનું થઈ ગયું. કામ અટકી પડ્યું.

 

 

[  ] ત્યાંથી આવ્યા પછી સિવીલ એન્જિનીયરીંગ કન્સલ્ટીંગનું કામ પુનઃ શરૂ કર્યું. પરંતુ નવરાશ મળતી નહોતી. ઘણી મહેનત પછી લખાણ પુરું થયું અને ગુજરાતી ભાષામાં કદાચ આ પ્રકારનું પહેલું પુસ્તક તમારા હાથમાં છે ત્યારે આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે.

આ પુસ્તક લખવાનો બીજો આશય એ હતો કે લોકો જાણે કે આજની આધુનિક શોધો થઈ એ પહેલા મધ્ય યુગમાં કેવા મહાન વિજ્ઞાનીઓ થઈ ગયા. આશ્ચર્ય તો એ છે કે મોટા ભાગના લોકો આ વિજ્ઞાનીઓના નામ પણ નથી જાણતા. આનું એક કારણ તો આ પણ છે કે પશ્ચિમી જગતે આરબો અને મુસ્લિમોની શોધમાં થોડોક ફેરફાર કરી એને પોતાના નામે ચઢાવી લીધી હતી.

આમા કેટલોક વાંક આજના મુસ્લિમ વિદ્વાનોનો પણ હશે જેમણે મધ્યયુગના આ મહાન વિદ્વાનોના કાર્યોનો પ્રચાર પ્રસાર માટે કોઈ પગલાં ન લીધા. ખેર, જે કાંઈ પણ થયું હોય. હવે આવશ્યક્તા આ વાતની છે કે મુસ્લિમો પોતાના ભૂતકાળમાંથી સારા ભવિષ્ય માટે પ્રેરણા લે. ધાર્મિક ગ્રંથોની સાથે વિજ્ઞાનનો પણ અભ્યાસ કરે. ખુદ કુર્આનમાં વિજ્ઞાનની એટલી બધી આશ્ચર્યજનક વાસ્તવિક્તાઓનો ઉલ્લેખ છે કે આધુનિક યુગના ઘણા બિનમુસ્લિમ વૈજ્ઞાનિકોએ એના અભ્યાસ પછી ઈસ્લામ સ્વીકારી લીધો છે. 'કુર્આન અને વિજ્ઞાન' વિશે આખું પુસ્તક લખી શકાય એટલું બધું છે. મુસ્લિમો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, નિરાશા ખંખેરે, અભ્યાસુ બને અને શિક્ષણ પ્રાપ્ત કરે તો સફળતા જરૂર મળવાની છે.

આશા છે કે આ પુસ્તક વિજ્ઞાનના અભ્યાસમાં વાચકોને ઉપયોગી થશે.

વિજ્ઞાનનું પુસ્તક કોઈ સંદર્ભ વિના લખી જ ન શકાય. આ પુસ્તક લખવા માટે ઘણા બધા સંદર્ભ ગ્રંથોનો આશરે લીધો હતો. કેટલીક વેબસાઈટ ઉપરથી પણ માહિતી લીધી હતી.

આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે હું સૌ પ્રથમ સર્વ શક્તિમાન અલ્લાહનો આભાર માનું છું એની કૃપાને લીધે જ આ શક્ય બન્યું છે.

આ ઉપરાંત જે લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે તેમનો તથા સંદર્ભ ગ્રંથ લેખકોનો અને વેબસાઈટોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

તા. ૧૮-૦૪-૨૦૧૭
સઈદ શેખ
મંગળવાર
મો. નં. ૯૬૨૪૦૪૬૬૭૭
 

 
[ અનુક્રમણિકા ]

અનુક્રમણિકા

૧. ઇબ્ને સીના
૨. સનદ બિન અલી
૩. ઇબ્ને અલ નફીસ
૪. ઇસ્હાક ઇબ્ને હુનૈન
૫. અલ ખ્વારિઝમી ૧૧
૬. ઇબ્ને અલ જઝ્ઝર ૧૩
૭. અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી ૧૪
૮. અબુ હનીફા અલ દીનવરી ૧૭
૯. સાબિત ઇબ્ને કુર્રા ૧૮
૧૦. અબૂ ઈશ્હાક અલ ઝરકાલી ૨૦
૧૧. અબૂલ કાસિમ અલ ઝહરાવી ૨૧
૧૨. યાકૂબ ઇબ્ને તારીક ૨૩
૧૩. અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી ૨૪
૧૪. ઉમર અલ ખૈયામ ૨૫
૧૫. તકીઉદ્દીન મા'રૂફ ૩૦
૧૬. અલી ઇબ્ને રબ્બન અલ તબરી ૩૪
૧૭. અબ્દુલ રહમાન અલ સૂફી ૩૫
૧૮. અબૂ સઈદ એહમદ સિજિસ્તાની ૩૬
૧૯. નવબખ્ત ફઝલ બિન નવબખ્ત ૩૭
૨૦. અલ નૈરેઝી ૩૮
૨૧. અબૂલ હસન અલ મજૂસી ૩૯
૨૨. અબૂલ કાસિમ અલ મજરિતી ૪૦
૨૩. મોહીયુદ્દીન અલ મગરિબી ૪૧
૨૪. અબૂલ હસન અલ મસૂદી ૪૨
૨૫. અબૂલ હસન અલ મવરદી ૪૪
૨૬. યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી ૪૬
૨૭. અબૂ મહમૂદ અલ ખુજન્દી ૪૯
૨૮. અબૂલ ફત્હ અલ ખાઝિની ૫૧
૨૯. અબૂ જાફર મુહમ્મદ અલ ખાઝિન ૫૩
 

 
[ અનુક્રમણિકા ]
30. અબૂ યાહ્યા ઝકરીયા અલ કઝવીની ૫૫
૩૧. કાઝીઝાદા અલરૂમી ૫૬
૩૨. ગ્યાસુદ્દીન જમશેદ અલકાશી ૫૭
૩૩. અબૂબક્ર અલ કરજી ૬૦
૩૪. કમાલુદ્દીન અલ ફારિસી ૬૨
૩૫. જાબિર ઈબ્ને હૈયાન ૬૪
૩૬. અબૂલ હસન અલ કલસદી ૬૬
૩૭. અબૂલ સક્ર અલ કબીશી ૬૭
૩૮. અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી ૬૮
૩૯. અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની ૬૯
૪૦. અબૂ ઉસ્માન અમ્ર અલ જાહિઝ ૭૧
૪૧. અબૂ મુહમ્મદ જાબિર ઈબ્ને અફલહ ૭૩
૪૨. અબૂ અબ્દુલ્લાહ અલ ઈદ્રિસી ૭૪
૪૩. ઈબ્રાહીમ ઈબ્ને કુર્રા ૭૬
૪૪. અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ બિન જુન્દબ ૭૭
૪૫. અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર ૭૮
૪૬. અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ ૮૦
૪૭. શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ ૮૪
૪૮. અબ્દુલ રહેમાન ઈબ્ને ખલ્દુન ૮૬
૪૯. સુલેમાન ઈબ્ને જુલજુલ ૮૮
૫૦. ઈબ્ને બાજહ ૮૯
૫૧. ઈબ્ને બતૂતા ૯૧
૫૨. ઈબ્ને અલ અવ્વામ ૯૩
૫૩. અબૂ અલી હસન ઈબ્ને હિશામ ૯૫
૫૪. અબૂ મહમ્મદ અલ હમદાની ૯૮
૫૫. હબશ અલ હાસિબ ૯૯
૫૬. અબૂ હામીદ અલ ગરનાતી ૧૦૦
૫૭. અબૂ ઈશ્હાક અલ ફઝરી ૧૦૨
૫૮. અબૂલ અબ્બાસ અલ ફરગાની ૧૦૩
૫૯. અલ ફારાબી ૧૦૫
૬૦. અબુલ બકા કમાલુદ્દીન અલ દમીરી ૧૦૯
 

 
[ અનુક્રમણિકા ]
૬૧. અબુલ વફા અલ બુઝજાની ૧૧૦
૬૨. અબૂ રેહાન અલ બિરૂની ૧૧૧
૬૩. અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની ૧૧૫
૬૪. બનૂ મૂસા ૧૧૮
૬૫. ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી ૧૨૧
૬૬. અબૂ ઉબૈદ અલ બાકરી ૧૨૩
૬૭. હૈબતુલ્લાહ અબૂલ બકરાત અલ બગદાદી ૧૨૪
૬૮. અબ્દુલ માલિક અલ અસ્મઈ ૧૨૫
૬૯. અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી ૧૨૬
૭૦. અબૂ મશર અલ બલ્ખી ૧૨૭
૭૧. અબૂ કામિલ સુજાઆ ૧૨૯
૭૨. અબ્બાસ ઈબ્ને ફરનાસ ૧૩૧
૭૩. નસરૂદ્દીન અલ તુસી ૧૩૨
૭૪. ઈબ્ને મિસ્કવાયહા ૧૩૪
૭૫. અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી ૧૩૮
૭૬. અલ માહાની, અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઈબ્ને ઈસા ૧૩૯
૭૭. અલ ફઝીરી, અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ ઈબ્ને સુલેમાન ૧૪૦
૭૮. અલ જુરજાની, અબૂલ ફાઝિલ ઈસ્માઈલ ઈબ્ને હુસૈન ૧૪૧
૭૯. અલ મિસરી, એહમદ ઈબ્ને યુસુફ ૧૪૨
૮૦. ઈબ્ને તુફૈલ ૧૪૪
૮૧. અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ| ૧૪૫
૮૨. ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી ૧૪૭
૮૩. ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન ૧૪૯
૮૪. અલ ખલીલી, શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ ૧૫૦
૮૫. અલ કુર્તબી, ઉરેબ બિન સ'અદ અલ કાતિબ ૧૫૨
૮૬. અલી બિન ઈસા ૧૫૪
૮૭. હુનૈન ઈબ્ને ઈસ્હાક ૧૫૬
 

 


 

 


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
Flag of India.svg