મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અબ્દુલ માલિક અલ અસ્મઈ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી
સઈદ શેખ
અબૂ મશર અલ બલ્ખી  →


અબૂલ ફિદા ઈસ્માઈલ ઇબ્ને અલી, ઇમામુદ્દીન

અબૂલ ફિદા ઈસ્માઈલ ઇબ્ને અલી ઇમામુદ્દીનનો જન્મ સીરીયાના દમાસ્કસ શહેરમાં ઈસ. ૧૨૭૩માં થયો હતો. ઈતિહાસ અને ભૂગોળમાં યોગદાન આપનાર અબૂલફિદાએ ઈસ ૧૩૧પમાં લખેલ 'મુખ્તસર તારીખ અલ બશર' ઐતિહાસિક પ્રબંધ ગ્રંથ છે જે પૂર્વ ઇસ્લામિક અરબસ્તાનથી લઈ લેખકના પોતાના સમય સુધીનો માનવ ઇતિહાસ છે. આનો પશ્ચિમની ઘણી ભાષાઓમાં અનુવાદ થયા અને અઢારમી સદી સુધી પૂર્વના દેશોમાં આ ગ્રંથ ઇતિહાસના સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો હતો.

ભૂગોળમાં વૈજ્ઞાનિક મહાન કાર્ય છે ‘તકવીમ અલ બુલદાન' (A sketch of the countries). ઈસ ૧૩૧૬થી ૧૩૧રની વચ્ચે લખાયેલ આ ગ્રંથના ૨૮ પ્રકરણોમાં દેશોની સામાન્ય ભૂગોળ વિશે વર્ણન કરવામાં આવ્યું છે.

આમાં મહત્વનું નિરિક્ષણ આ છે કે સમયના વધારા ઘટાડાનો આધાર માણસ પૃથ્વીની કઈ બાજુ (પૂર્વ કે પશ્ચિમ દિશામાં) જાય છે એના ઉપર રહેલો છે, અને પૃથ્વીનો ૩/૪ ભાગ પાણીથી ઢંકાયેલો છે. નદીઓ, તળાવો, સમુદ્રો અને પર્વતોની માહિતી ખૂબ જ રસપ્રદ છે.

‘તકવીમ'ની વિવેચનાત્મક સંક્ષીપ્તીકરણો પણ થયા જેમાં તુર્કીના મુહમ્મદ ઇબ્ને સિપાહીઝાદ (મૃ. ઈસ. ૧૫૮૯) એ કરેલ સંક્ષેપ્તીકરણ ઉલ્લેખનીય છે.