મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મશર અલ બલ્ખી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ મશર અલ બલ્ખી
સઈદ શેખ
અબૂ કામિલ સુજાઆ  →


અબૂ મશર અલ બલ્ખી
(ઈ.સ. ૭૮૭ - ૮૬૮)

અબૂ મશર જાફર બિન મુહમ્મદ બિન ઉમર અલ બલ્ખી આઠમી સદીના અંતમાં પૂર્વ ખુરાસાનના બલ્ખમાં હવે અફઘાનિસ્તાન) જન્મ્યા હતા.

પશ્ચિમ જગતમાં Albumasar કે Albuxar ના નામે ઓળખાય છે.

બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઇસ્લામી પરંપરાઓનું જ્ઞાન લીધા પછી પોતાની જાતને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર માટે સમર્પી દીધી. બગદાદમાં ખગોળશાસ્ત્રમાં અભ્યાસમાં વિપુલ તકો હોવા છતાં એમણે જ્યોતિષ શાસ્ત્ર પર પસંદગી ઉતારી.

અમીર ખુશરો જણાવે છે કે અબુ મશર બનારસ (વારાણસી)માં આવીને ખગોળશાસ્ત્ર વિષે દસ વર્ષ અભ્યાસ કર્યો હતો.

પશ્ચિમી જયોતિષશાસ્ત્રના વિકાસમાં અબૂ મશરનો ફાળો મહત્વનો છે.

અબૂ મશરના કાર્યોમાં ઈરાની પહલવી ભાષામાં અધ્યયનનો પ્રભાવ જોવા મળે છે. અને પરોક્ષ રીતે ભારતનો પ્રભાવ પણ જોવા મળે છે.

અબૂ મશરે કરેલી રચનાઓ નીચે મુજબ હતી : (૧) ખગોળીય કોષ્ટકો (જિઝ) હાલમાં ઉપલબ્ધ નથી.

(ર) જયોતિષ શાસ્ત્ર વિષે ઈ.સ. ૮૪૮માં બગદાદમાં લખેલ અલ મદખલ અલ કબીર આઠ ભાગમાં પ્રબંધ છે. લેટીન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. પ્રથમ ઈ.સ. ૧૧૩૩માં જ્હોનસ હિસ્પાલેન્સીસે અને બીજીવાર ઈ.સ. ૧૧૯૦માં હેરમાનસ સેકન્ડસે લેટીન અનુવાદ કર્યો હતો. આનો ખ્રિસ્તી યુરોપ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો હતો.

(૩) અહકામ નહાવીલ સીની અલ વાલિદ નો લેટીન અનુવાદ જ્હોનીસ હિપોલેન્સીસે કર્યો છે.

(૪) 'અલ-નુક્ત’ પહેલાંના એમનાં કાર્યોનો ટૂંકસાર છે. (પ) 'અલ ઊલ્ફ ફી બૂયૂત અલ ઇબાદત’ દરેક સહસ્ત્ર શતાબ્દિમાં વિશ્વમાં બંધાયેલ મંદિરોના અભ્યાસ વિષે છે.

(૬) 'મવાલિદ અલ રિજાલ વલ નિસા' – સ્ત્રી-પુરૂષોનાં રાશિફળ વિશે છે.