લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ કામિલ સુજાઆ

વિકિસ્રોતમાંથી
← અબૂ મશર અલ બલ્ખી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ કામિલ સુજાઆ
સઈદ શેખ
અબ્બાસ ઈબ્ને ફરનાસ  →


અબૂ કામિલ શુજાઅ બિન અસ્લમ બિન મુહમ્મદ બિન શુજાઅ
અલ હાસિબ અલ મિસરી


અબૂ કામિલ શુજાઅ બિન અસ્લમ બિન મુહમ્મદ બિન શુજાઅ અલ હાસિબ અલ મિસરીના પ્રારંભિક જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ અલ નદીમના 'ફિહરીશ્ત'માં જણાવ્યા મુજબ એમના કાર્યો અને લખેલા ૨૮૧ પુસ્તકો વિશે માહિતી મળે છે.

અબૂ કામિલ શુજાએ અલ ખ્વારિઝમીની જેમ જ પ્રસિદ્ધ બીજ ગણિત શાસ્ત્રી હતા. પીઝાના લિયોનાર્ડ અને એના અનુયાયીઓ ની મદદ લઈ એમણે યુરોપમાં બીજગણિતનો વિકાસ માટે ખૂબ મહેનત કરી. આ ઉપરાંત એમણે ભૌમિતિક પ્રશ્નો વિશે પણ લખ્યું. અબૂ કામિલ શુજાઅ અલ ખ્વારિઝમી (મૃ. ઈ. સ. ૮૫૦) પછી અને અલી બિન અહમદ અલ ઈમરાની (મૃ. ૯૫૫-૫૬)ની પહેલાના સમયમાં થઈ ગયેલા હોવા જોઈએ.

ઈબ્ને અલ નદીમે 'ફિહરીત'માં અબૂ કામિલના ૨૮૧ પુસ્તકો નો ઉલ્લેખ કર્યો છે જે જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા પક્ષીઓની ઉડાન વિશે લખાયા છે. અરબી ભાષામાં એમના દ્વારા લખાયેલ કોઈ પુસ્તક હાલમાં હયાત નથી સિવાય કે 'અલ તરાઈફ'. આ ગણિતશાસ્ત્ર વિશે લખાયેલ છે.

ભૂમિતિમાં અબૂ કામિલે ‘On the Pentagon and Decagon' પ્રબંધ ગ્રંથ રચ્યો છે જેમાં બીજગણિતીય સૂત્રોની મદદથી ભૌમિતિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યા છે. આમાં ૪થી ઘાત સધીના ઉકેલો છે. ખૂબ જ સરળ ભાષામાં લખાયેલ આ પ્રબંધ ગ્રંથનો ઉપયોગ પીઝાના લિયોનોર્ડ પોતાના ગ્રંથ ‘Practical geometrial’ માં ખૂબ કર્યો છે, એવું 'એન્સાયકલોપીડીયા ઓફ ઈસ્લામ'ના સંપાદકો નોંધે છે.

અબૂ કામિલ શુજાએ 'કિતાબ અલ તારીફ ફી હીસાબ' માં (ઈન્ટીગ્રલ સોલ્યુશન ઓફ ઈન્ડીટરમીનેટ ઈકવેશન્સ) આપ્યા છે. આ ઉપરાંત અબૂ કામિલે ચાર પદાવલિઓ વાળા સૂત્રો જેવા કે

(૧)

(૨) (૩)

(૪) નો સરળ ઉકેલ આપેલ છે.

આમાનાં ઘણા ઉકેલ અલ ખ્વારિજમીએ પોતાના ગ્રંથ 'કિતાબ ફીલ જબર વલ મુકાબલા'માં આપી દીધા છે. પરંતુ અબુ કામિલે x2 ના ઉકેલ માટે પહેલાં x નો ઉકેલ શોધવાને બદલે સીધું જ x2 નો ઉકેલ શોધવાની રીત બતાવી છે. યુકિલડે x2 + qx=px માં x, pl2, થી નાનો હોવો જોઈએ એવી શરત મૂકી છે jયારે કે અબૂ કામિલે x, pl2 થી મોટો હોય તો પણ આ સૂત્ર સાબિત કરી બતાવ્યું છે.

અબૂ કામિલ પ્રથમ મુસ્લિમ ગણિતશાસ્ત્રી હતા જેણે ૨ થી વધારે ઘાતવાળા Powers સરળતાથી વાપર્યા અને ઉકેલ્યા. દા.ત. .... આના પરથી કહી શકાય કે અબૂ કામિલે (exponents) ધાત ઉમેર્યા. આમ બીજગણિતના વિકાસમાં વિશેષ કરીને બેથી વધુ ઘાતવાળા સૂત્રોને સરળતાથી ઉકેલી અબૂકામિલે મહત્વનું પ્રદાન કર્યું. એમણે કરેલી રચનાઓ આ મુજબ છે.

કિતાબ અલ ફલાહ (Book of Fortune), કિતાબ મિફતાહ અલ ફલાહ (Book of the key to Fortune), કિતાબ અલ મિસાહ વલ હંદસા (સર્વેક્ષણ અને ભૂમિતિ વિશે છે). કિતાબ અલ કિફાયા (Book of the adequate). કિતાબ અલ તયર (શુકન વિશે), કિતાબ અલ અસીર (Book of the Kernel), કિતાબ અલ ખતાયાન (બે ભૂલો વિશે), કિતાબ અલ જમ વલ તફરીક (Book on Augmentation and Dimeinution).

ઈ.સ. ૯૩૦માં અબૂ કામિલનું અવસાન થયું.