મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને ફરનાસ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અબૂ કામિલ સુજાઆ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબ્બાસ ઈબ્ને ફરનાસ
સઈદ શેખ
નસરૂદ્દીન અલ તુસી  →


અબ્બાસ ઇબ્ને ફરનાસ

અબ્બાસ ઇબ્ને ફરનાસનો જન્મ નવમી સદીના પ્રારંભમાં સ્પેનના રોન્ડામાં થયો હતો. અને ત્યાં જ ઈ.સ. ૮૮૭માં અવસાન થયું.

અબ્બાસ ઈબ્ને ફરનાસ અંદલૂસના સુલતાન અબ્દુલ રહેમાન બીજા અને મોહમ્મદ પહેલાનો રાજકવિ હતો. એ જ પ્રથમ વ્યક્તિ હતી જેણે ખલીલ ઈબ્ને એહમદના કાવ્ય બંધારણના નિયમો સમજવામાં સફળતા મેળવી હતી.

ઇબ્ને ફરનાસ 'સિંદ હિંદ' નામક ખગોળીય સારણીઓ બનાવી હતી જેનાથી યુરોપના ખગોળશાસ્ત્રોનો વિકાસ થયો. ઇબ્ને ફરનાસે સૌ પ્રથમ ઉડવાનો પ્રયત્ન કર્યો હતો અને અમુક અંતર સુધી ઉડવામાં સફળતા પણ મળી હતી.

ઈબ્ને ફરનાસે Planetorium ઘડીયાળ અને Armillary Sphere બનાવ્યા. હતા. એણે સ્ફટીકની શોધ કરી હોવાનું મનાય છે. ઇતિહાસકારો ઇબ્ને સઈદ અને મક્કારીના જણાવ્યા અનુસાર “ઇબ્ને ફરનાસ પ્રથમ અંદલૂસિયન હતો જેણે સ્ફટીક શોધ્યું હતું."