મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સુલેમાન ઈબ્ને જુલજુલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અબ્દુલ રહેમાન ઈબ્ને ખલ્દુન મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
સુલેમાન ઈબ્ને જુલજુલ
સઈદ શેખ
ઈબ્ને બાજહ  →ઇબ્ને જુલજુલ

સુલેમાન ઇબ્ને હસન ઇબ્ને જુલજુલ નો જન્મ સ્પેનના કોર્ડોબામાં ઈ.સ. ૯૪૪માં થયો હતો. ઇબ્ને અલ અબ્બારે સાચવી રાખેલી ઇબ્ને જલજુલની આત્મકથામાંથી આપણને ખયાલ આવે છે કે એણે ૧૪ થી ૨૪ વર્ષની ઉમર સુધી તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ઈબ્ને જુલજુલે ખલીફા હિશામ દ્વિતીય (ઈ.સ. ૯૭૬-૧૦૦૯)માં અંગત તબીબ તરીકે સેવા આપી હતી. પ્રસિદ્ધ ઔષધશાસ્ત્રી ઇબ્ને અલ બગૂનીસ ઈબ્ને જુલજુલનો શિષ્ય હતો.

એક તબીબ તરીકે ઇબ્ને જુલજુલે 'તબકાત અલ અતિબ્બા વલ હુકમા' (Generations of physicians and wise men) ની રચના કરી હતી. ઈશ્હાક ઇબ્ને હુનૈન પછી ઔષધશાસ્ત્રના ઈતિહાસમાં આટલો અજોડગ્રંથ કે જે સૌથી જુનું મનાય છે અને સંપૂર્ણ સાર સહિત અરબી ભાષામાં લખાયેલ છે, આજે પણ ઉપલબ્ધ છે.

‘અલ તબકાત'માં પ૭ જીવનકથાઓ છે. જેમાં હર્મીસ પહેલાથી લઈ, એસ્કેલપીઆડીસ, એપોલોન, હિપ્પોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, ડેમોક્રેટીસ, ટૉલેમી, ડેટો યુકલિડ, ગૅલન, બાખિત્શુ જીબ્રીલ, હુનૈન ઇબ્ને ઈશ્હાક, અલકિન્દી, સાબિત ઇબ્ને કુર્રા, અલરાઝી, સાબિત ઇબ્ને સીનાન સહિત ઘણા નામી મહાપુરુષો અને વિદ્વાનોનો સમાવેશ થાય છે.

ઈ.સ. ૯૮૨માં 'તફસીર અસ્મા’ અલ અદવીયા અલ મુફરદ મિન કિતાબ ડાયોસકુરીદુસ' એ ડાયોસ્કોરાઈડસુ મટીરીયા મેડીકાની અરબી આવૃત્તિ જેવી રચના ઇબ્ને જુલજુલે કરી હતી.

ઇબ્ને જુલજુલના ગ્રંથો મુસ્લિમ સ્પેનમાં લાંબા સમય સુધી પ્રસિદ્ધ રહ્યા હતા.