મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બનૂ મૂસા મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી
સઈદ શેખ
અબૂ ઉબૈદ અલ બાકરી  →


ઇબ્ને અલ બન્ના અલ મર્રાકશી, અબૂલ અબ્બાસ એહમદ ઇબ્ને
મુહમ્મદ ઇબ્ને ઉસ્માન અલ અઝદી (૨૯/૧૨/૧રપ૬, ૧૩ર૧)
ગણિતશાસ્ત્રી

કેટલાક લોકોનું માનવું છે કે ગણિતશાસ્ત્રી અલ બન્ના મુળ ગ્રેનેડા (સ્પેન)ના વતની હતા. જો કે આધારભૂત માહિતી મુજબ તેઓ મર્રાકેશ, મોરોક્કોમાં સ્થપતિ પિતાને ત્યાં જન્મ્યા હતા અને ત્યાં જ એમનું અવસાન થયું હતું. અલ બન્નાએ મુહમ્મદ ઈબ્ને યાહ્યા અલ શરીફ પાસેથી સામાન્ય ભૂમિતિ અને યુક્લીડના ગ્રંથ 'તત્વો'નો અભ્યાસ કર્યો આ ઉપરાંત અલ બન્નાએ અબૂ બક્ર અલ કલૂસી, ઈબ્ને હજલ અને અલ જિલમાસી પાસેથી પણ ગણિતનું શિક્ષણ મેળવ્યું હતું. એમણે ઔષધશાસ્ત્રનો અભ્યાસ અલ મિર્ચીખ સાથે કર્યો હતો. અલ ઝમીરીએ ઇબ્ને બન્નાને અંકો અને મૂળાક્ષરોનાં જાદુઈ ગુણો (magic properties) પણ શિખવાડ્યા હોવાનું મનાય છે.

અલ બન્નાએ ફેઝના મદ્રેસા અલ અત્તારીનમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું અને અંકગણિત, બીજગણિત, ભૂમિતિ તથા ખગોળવિદ્યા શીખવાડતા હતા.

H.J. Renaud એ અલ બન્નાના ૮૨ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. અલ બન્નાના સૌથી મહત્વના વૈજ્ઞાનિક ગ્રંથોમાં યુકલીડનું ‘introduction', ક્ષેત્રફળવિશે પ્રબંધગ્રંથ, બીજગણિતતીય ગ્રંથ તથા ખગોળશાસ્ત્ર વિશે 'મિન્હાજ' અને ‘તલ્ખીસ' છે. 'મિન્હાજ' એમનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. ગણિતશાસ્ત્રમાં અલ બન્નાએ 'રફ અલ હિજાબ' નામ ગ્રંથમાં ભાષ્ય લખ્યું છે. અલ બન્નાએ સૂત્ર પ્રતિપાદિત કર્યું હતું જે પાછળથી જુઆનડી ઓર્ટેગા નામક ગણિતશાસ્ત્રીના નામે ચડાવી દેવામાં આવ્યું. આ જ ગ્રંથમાં ઘન અને વર્ગ માટેનું સૂત્ર

પણ પ્રતિપાદિત કર્યું છે.

'કિતાબ મિન્હાજ અલ લાલિબ લી તા'દિલ અલ ક્વાકીબ' ખગોળશાસ્ત્રમાં અવકાશી પદાર્થોના સ્થાનની ગણતરી કરવા માટેનું પ્રાયોગિક ગ્રંથ છે. અલ બન્નાએ એસ્ટ્રોલેબ વિશે એક પ્રબંધગ્રંથ 'સફીહા શેહકાઝીયા' પણ લખ્યું હતું

ચંદ્ર પર એક ખાડા (crater) નું નામ 'અલ મર્રાકશી' એમના નામ ઉપરથી આપવામાં આવ્યું છે.