મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઇબ્ને તારીક
← અબૂલ કાસિમ અલ ઝહરાવી | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો યાકૂબ ઇબ્ને તારીક સઈદ શેખ |
અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી → |
યાકૂબ ઇબ્ને તારીક આઠમી સદીમાં ઈરાનમાં જન્મયા હતા. પરંતુ ઈરાકના બગદાદ શહેરમાં જીવન વીતાવ્યું. ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં પ્રદાન કર્યું. ખલીફા અલ મન્સૂરના દરબારમાં યાકૂબ ઈબ્ને તારીકની મુલાકાત એક ભારતીય કનકની સાથે થઈ જે 'સિદ્ધાંત' નામક ગ્રંથ લઈને આવ્યો હતો. ખલીફા મન્સૂરે આ ગ્રંથનું ભાષાંતર કરવાનો આદેશ આપતા યાકૂબે અરબી ભાષામાં આનો અનુવાદ કર્યો હતો. યાકૂબે જે મહત્વના ગ્રંથોની રચના કરી એમાં મુખ્ય નીચે મુજબ છે.
૧. ઝિજ મહલૂલ અલ સિંદહિંદ લી દરજા દરજા (સિંદહિંદમાનાં દરેક અંશ માટેના ખટોળીય કોષ્ટકો)
૨. ‘તરકીબ અલ અફલાક (ખગોળીય પદાર્થો નાં આયોજન બાબતે)
૩. કિતાબ અલ ઈલલ (ખગોળીય પ્રક્રીયાઓનો તાર્કિક આધાર)
૪. ત્રિકોણ ભિતિના સિદ્ધાંતોની ચર્ચા કરતું ‘તકતી કર્દજાત અલ જયબ'
૫. મારિતાફા મીન કવસ નિફ અલ નહાર (યામ્યોત્તર વૃત્તનું ચાપ)
૬. એણે 'અલ-મકાલાત' નામે ખગોળીય પ્રકરણ પણ લખ્યું હોવાનું મનાય છે.
દુર્ભાગ્યે ઉપરોક્ત રચનાઓ હાલમાં ઉપલબ્ધ નથી ઝિજની રચના ઈ.સ. ૭૭૦માં સંસ્કૃત ગ્રંથ 'બ્રહ્મસ્ફૂટ સિદ્ધાંત' ના આધારે કરી હોવાનું મનાય છે, કારણ કે આ બંનેમાં ઘણી સામ્યતા જોવા મળે છે.
તકરીબ અલ અફલાક ડૉસ્મોગ્રાફ અર્થાત્ વિશ્વશાસ્ત્ર કે નકશાશાસ્ત્ર બાબતે છે જેમાં અવકાશી પદાર્થોનાં કદ અને સ્થળનું વર્ણન કરવામાં આવ્યું છે. કદ અને સ્થળનું વર્ણન કરવામાં આવ્યું છે. યાકૂબનું મૃત્યુ ઈ.સ. ૭૯૬માં થયું.