મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ કલસદી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જાબિર ઈબ્ને હૈયાન મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ હસન અલ કલસદી
સઈદ શેખ
અબૂલ સક્ર અલ કબીશી  →


અલ કલસદી, અબૂલ હસન અલી ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અલી

સ્પેનના બસ્તામાં ઈ.સ. ૧૪૧૨માં જન્મેલા અબૂલ હસન અલી ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અલી અલ કલસદી મુસ્લિમ સ્પેનના સૌથી છેલ્લા ગણિતશાસ્ત્રી ગણાય છે. અંકગણિત, બીજગણિત અને ઇસ્લામી ન્યાયશાસ્ત્ર (ફિકહ)માં પ્રદાન કરનાર અલ કલસદીએ ઘણા પુસ્તકોની રચના કરી હતી. ઇબ્ને અલ યાસ્મીનના અંકગણિત વિષયક ગ્રંથ 'અલ ઉરજૂઝા અલ યાસ્મીનીયા' નું અલ કલસદીએ પદ્યમાં વિવેચન કર્યું હતું.

અલ બન્નાના ગ્રંથ ‘તલ્ખીસ આ'માલ અલ હિસાબ (Summary of Arithmetical Operations) નું વિવેચન પણ અલ કલસદીએ કર્યું હતું.

અલ કલસદીની મૌલિક રચના 'અલ તબસીરા ફી ઇલ્મ અલ હિસાબ' (Clarification of the science of Arthmetic) અંકગણિત વિષયક હતી.

અલ કલસદીએ , ની શ્રેણી રચવાનો શ્રેય જાય છે. એમણે અપૂર્ણ વર્ગમૂળ શોધવા માટે Successive approximation પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

અલ કલસદીને બીજગણિતમાં સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું શ્રેય પણ જાય છે. આ ઉપરાંત એમણે અરબી લઘુ શબ્દો અને અરબી મૂળાક્ષરોને પણ સંજ્ઞા તરીક ઉપયોગ કર્યા હતા.