લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી બિન ઈસા

વિકિસ્રોતમાંથી
← અલ કુર્તબી, ઉરેબ બિન સ'અદ અલ કાતિબ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અલી બિન ઈસા
સઈદ શેખ
હુનૈન ઈબ્ને ઈસ્હાક  →


અલી બિન ઈસા (મૃ. ઇ.સ. ૧૦૩૧)

અલી બિન ઈસાનો જન્મ બગદાદમાં થયો હતો અને ત્યાં જ ઈ.સ. ૧૦૩૧માં અવસાન પામ્યો હતો. એના જન્મવર્ષ અને બાળપણ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ ઈબ્ને સેયગા મત મુજબ અલી બિન ઈસા બગદાદમાં ઈસવીસન અગિયારમી સદીમાં હતો અને એ ગેલનના ગ્રંથનું વિવેચન લખનાર અબૂલ ફરહ અલ તૈયબનો ગુરૂ હતો.

આંખના રોગોના નિષ્ણાંત અલી બગદાદમાં તબીબી પ્રેક્ટીસ કરતો હતો. વિદ્વાનોના મત મુજબ આંખના રોગોના નિષ્ણાંતોમાં અલીનો સમાવેશ ટોપ પાંચમાં કરી શકાય. અલીએ આંખના રોગો અને નિદાન વિશે 'તઝકીરા અલ કુહાલીન' નામક ગ્રંથની રચના કરી. ત્રણ ખંડોના આંખનો એન્સાયલકોપીડીયા છે. એમાં એણે પોતાના અનુભવો અને સંશોધનો ઠાલવી દીધા છે. મધ્યયુગમાં યુરોપમાં Jesu occulist તરીકે ઓળખાતો અલી મુસ્લિમોમાં સૌથી પ્રસિદ્ધ ઓથાલ્મોલોજીસ્ટ ગણાય છે. તઝકિરા અલ કુહાલીન (Opthalmology in Medieval Islam, Notebook of the occulist) માં અલીએ આંખની બનાવટ, એના ભાગો, કીકી પ્રકાશ, આંખના રોગો, એના નિદાન, વગેરે વિશે વર્ણન કર્યું છે. આમાં લગભગ ૧૩૦ આંખની બિમારીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. અલીનું આ સૌથી મહાન કાર્ય ગણવામાં આવે છે. વર્ષો સુધી ઓપ્થાલ્મોલોજીસ્ટ આ ગ્રંથના આધારે, આંખના રોગોનો ઈલાજ કરતા રહ્યા હતા. હિબ્રુ અને લેટીન ભાષાઓમાં આના અનુવાદ થઈ ચૂક્યા છે.

વેન્સે ઈ.સ. ૧૪૯૭, ૧૪૯૯ અને ૧૫00માં તથા પેન્સીયરે ફરી વખત બીજો અનુવાદ હિબ્રુ ભાષામાંથી લેટીન પ્રકાશિત કર્યું હતું. જેનું નામ Epistola Thesu Filli Haly Be Cognitione Infirmitium Ocularum Seive Memoriole Ocula Riorum Quod Compilavit Ali Bin Isa હતું.

આનો જર્મન અનુવાદ ૧૯૦૪માં પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

આંખમાં Lacrimal ગ્રંથીઓમાંથી વધારે પડતા આંસ આવે છે એની સૌ પ્રથમ જાણ અલીએ કરી હતી. એનો ઈલાજ પણ એણે સૂચવ્યો હતો. ધમનીઓની હંગામી બળતરા (Temporal arteris) વિશે જણાવનાર સૌ પ્રથમ અલી જ હતો પરંતુ સર જોનાથન હચીન્સન (૧૮૨૮-૧૯૧૩)ને આનો ખોટી રીતે શ્રેય આપવામાં આવે છે. એવી જ રીતે VKH (Vogt - Koyanagi - Harada) નામે આજે પ્રચલિત રોગ વિશેની સૌ પ્રથમ માહિતી પણ અલીએ જ આપી હતી. આ રોગમાં ભમ્મર અને પાંપણના વાળ સફેદ થઈ જાય છે.

અલી બિન ઈસાએ તંદુરસ્તીની જાળવણી માટે ૧૪૧ સાદા ઈલાદની યાદી બનાવી હતી. ઉપરાંત જડીબુટ્ટીઓના નામ એમની ઓળખ, વિશેષતાઓ અને અસરો તથા લાભ વિશે વર્ણન કર્યું છે જે આંખોના ઈલાજમાં ઉપયોગી થઈ શકે છે.

હુનૈન ઇબ્ને ઈસ્હાકના ૧૦ પ્રબંધ ગ્રંથો પછી આંખ વિશે ભણાવનાર અલી બિન ઈસા હતો.