મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : ખોદવાનું કામ
Appearance
← અનુભવ બીજો : વાવેતરનું કામ | મારો જેલનો અનુભવ અનુભવ બીજોઃ ખોદવાનું કામ. મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ બીજો : વાડીનું કામ → |
ખોદવાનું કામ.
બે દહાડા વળી મ્યુનિસિપાલિટિનું તળાવ ખોદવા લઇ ગયા હતા. તેમાં ખોદવાનું, ધુળની ઢગલી કરવાનું તથા બેરોમાં લઇ જવાનું કામ હતું. આ કામ વળી કઠણ આવ્યું. તેનો અનુભવ માત્ર બે દિવસ મળ્યો. મને હાથના કાંડા ઉપર સોજો ચઢ્યો હતો, તે માટીના ઉપચારથી નાબુદ થયો.
આ જગ્યા ચાર પાંચ માઇલ છેટે હોવાથી અમને ટ્રોલીમાં લઈ જતા. ખાવાનું તળાવે પકવવું પડતું, તેથી સીધું બળતણ પણ સાથે લઇ જતા. આમાં પણ કંટ્રાક્ટરને સંતોષ ન મળ્યો. અમે કાફરોની બરાબરી ન કરી શક્યા. બે દહાડા તળાવ ઉપર કામ કરાવીને અમને બીજું કામ સોંપ્યું. આજ લગી ઘણે ભાગે કામ કરી શકે તેવા હિંદીને સાથે લઇ જતા. હવે તેમ કરવા બદલે ભાગ પડ્યા. કેટલાકને સોલજરોની કબર આસપાસ ઘાસ ઉગી ગયું હતું, તે ખોદી કહાડવા મોકલ્યા. આ પ્રમાણે કેટલોક વખત ચાલ્યું. દરમ્યાન બાર બર્ટનના કેસ પછી લગભગ પચાસ હિંદી છૂટ્યા.