મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : વાડીનું કામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : ખોદવાનું કામ મારો જેલનો અનુભવ
અનુભવ બીજોઃ વાડીનું કામ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : પાયખાના સાફ કરવાનું →


વાડીનું કામ.

ત્યારબાદ હંમેશાં વાડીનું કામ મળતું. તેમાં ખોદવાનું,લણવાનું, કચરો કહાડવાનું વિગેરે હતું. આ કામ ભારે ન ગણાય. અને બહુ તન્દુરસ્તી આપનારૂં કહી શકાય. જાથુ નવ કલાક સુધી એવું કામ કરતાં પ્રથમ કંટાળો આવે. પણ ટેવ પડ્યા પછી તેવું નહિ થાય.