મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : વાવેતરનું કામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અનુભવ બીજોઃ દાનત ખરી હોવી જોઇએ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: વાવેતરનું કામ.
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : ખોદવાનું કામ →


વાવેતરનું કામ.

જે ટોળીમાં હું ગયો હતો તે ટોળીને ત્યારબાદ જેલનો બગીચો સાફ રાખવાનું, તેમાં વાવેતર કરવાનું વિગેરે કામ મળ્યું. મુખ્ય ભાગે મકાઇ વાવવાનું અને પટેટાના ક્યારા સાફ કરવાનું તથા પટેટાના છોડ ઉપર ધુળ ચઢાવવાનું હતું.