લખાણ પર જાઓ

યુગવંદના/કાળ-સૈન્ય આવ્યાં

વિકિસ્રોતમાંથી
← કેદીનું કલ્પાંત યુગવંદના
કાળ-સૈન્ય આવ્યાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ફાગણ આયો →




કાળ સૈન્ય આવ્યાં


અમે ખેતરેથી, વાડીઓથી,
જંગલ ને ઝાડીઓથી
સાગરથી, ગિરિવરથી,
સુણી સાદ આવ્યાં.

અમે કંટકનો પુનિત તાજ
પહેરી શિર પરે આજ,
પીડિતદલિતોનું રાજ
રચવાને આવ્યાં.

અમે નૂતન શક્તિને ભાન
નૂતન શ્રદ્ધાનું ગાન
ગાતાં ખુલ્લી જબાન
નવલા સૂર લાવ્યાં.

દેખ દેખ, ઓ રે અંધ !
કાળ-સૈન્ય આવ્યાં.