લખાણ પર જાઓ

યુગવંદના

વિકિસ્રોતમાંથી
યુગવંદના
ઝવેરચંદ મેઘાણી
કસુંબીનો રંગ →યુગવંદના

ઝવેરચંદ મેઘાણીયુગવંદના


યુગવંદના
ઝવેરચંદ મેઘાણીપ્રસાર

આવૃત્તિ પહેલી : ૧૯૩૫
આવૃત્તિ બીજી : ૧૯૪૨
આવૃત્તિ ત્રીજી : ૧૯૪૬
આવૃત્તિ ચોથી : ૧૯૫૦
આવૃત્તિ પાંચમી : ૧૯૫૫


પુનર્મુદ્રણ : ૧૯૬૪, ૧૯૬૭, ૧૯૭૨, ૧૯૮૦, ૧૯૯૩પાનાં : ૧૪+૧૭૨=૧૯૦

રૂ. ૩૦

: પ્રકાશક :
પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્યૂ , ભાવનગર ૩૬૪ ૦૦૨

: કમ્પ્યૂટર અક્ષરાંકન :
અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ
૧/એમ નેશનલ ચેમ્બર્સ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ ✆ :૪૦૦ ૬૮૮

: મુદ્રક :
યુનિક ઓફસેટ, નોબતસિંહ રૂપરામ એસ્ટેટ, તાવડીપુરા, અમદાવાદ
અર્પણ

મારા ભત્રીજા
૨ મ ણિ ક ને

નિવેદન
[પાંચમી આવૃત્તિ]

વીસ વરસે આ પુસ્તક પાંચમી આવૃત્તિમાં પ્રવેશે છે ત્યારે તેનાં કેટલાંક ગીતોના ભાવને રેખાઓમાં અંકિત કરવા મથતા શ્રી પ્રદ્યુમ્ન તન્નાનાં ચિત્રો આમાં ઉમેરાયાં છે.


[ચોથી આવૃત્તિ]

અન્ય કયાંય ગ્રંથસ્થ નહિ થયેલાં કવિનાં ત્રણ કાવ્યો અહીં છેડે ઉમેર્યાં છે. એમાંનું ત્રીજું સાવ અપ્રગટ જ હતું.

૧૯૫૦

[ત્રીજી આવૃત્તિ]

પ્રકાશકોની મુશ્કેલીઓને કારણે આ આવૃત્તિ કરવામાં ઘણો વિલંબ થયો છે.

‘ઝંડાવંદન’ ગીતનો ગદ્યાર્થ આમાંથી કાઢી નાખ્યો છે.

રવીન્દ્રનાં કાવ્યોના આ પુસ્તકમાંના અનુવાદો ‘રવીન્દ્ર-વીણા'માં મૂક્યા હોવાથી આ સંગ્રહમાંથી એ બાદ દેવાનો વિચાર કરેલો, પણ 'યુગવંદના'નું સમગ્રપણે જે વ્યક્તિત્વ ઘણાં વરસોથી બંધાઈ ચૂકેલ છે તેને કોઈ પણ કૃતિ કાઢી નાખવાથી હાનિ પહોંચશે એવું લાગવાથી મજકુર કૃતિઓ પણ શામિલ રાખી છે.

મુંબઈ : ૪-૬-'૪૬
ઝ૦ મે૦
 
[ત્રીજી આવૃત્તિ]

'યુગવંદના'નાં કાવ્યોનું મૂલ્યાંકને એક કરતાં વધુ વિવેચકોએ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટી તેમ જ કર્વે યુનિવર્સિટીના ઉચ્ચ વર્ગોમાં આ સંગ્રહ પાઠ્યપુસ્તક બનેલ તેને પરિણામે વિદ્યાર્થીઓને તો ગેરલાભ થયો હોય તે ખરો, મને લાભ મળ્યો છે – એક કરતાં વધુ અધ્યાપકોની વિદ્વત્તાભરી કલમની કસોટીએ ચડવાનો; ને હું અહીં કહી શકું છું કે આ સર્વ વિવેચનમાં મારી પ્રત્યેની સહાનુભૂતિ સિંચાઈ છે, અને મારી કવિતાનું નમ્ર સ્થાન સુયોગ્યપણે નક્કી થયું છે. એની ત્રુટીઓ બતાવવામાં કોઈએ કશો જ ભય સંકોચ સેવ્યો નથી. એ તમામ વિવેચકોનો હું ઋણી છું. માત્ર 'વૈશાખી દાવાનલ' જેવી કોઈ કોઈ કવિતાની નરી કટાક્ષાત્મક વક્રતાનો ઉઠાવ મારાથી બરાબર નહિ કરી શકાયો હોય તે કારણે જ કેટલાક વિવેચકોએ એને કવિની પોતાની જ ગંભીર ભયાનક ઈચ્છારૂપે ઘટાવ્યું લાગે છે.

'યુગવંદના'નો અનુગામી 'એકતારો' નામે કવિતાસંગ્રહ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.

બાલ-કિશોરોનાં ગીતોના 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' એ બે સંગ્રહોને એક જ આવા પુસ્તકરૂપે મૂકી આપવાની મેં પ્રથમાવૃત્તિ વખતે સેવેલી આશા ફળી નથી. એ નાનકડા સંગ્રહોની બહોળી ઉપયોગિતાને ક્ષતિ થશે એ બીકે નવી આવૃત્તિઓ જેમની તેમ ચાલવા આપી છે. આથી મને લાભ એ છે કે ‘યુગવંદના' જેવા મોટા સંગ્રહોને એની મોટી કિંમત વગેરેને કારણે ન પહોંચી શકનાર બહોળા જનસમૂહમાં પેલી બચુકડી પુસ્તિકાઓ છૂટથી ઘૂમી શકે છે. પણ મને ગેરલાભ એ થયો છે કે મારી મૂલવણી કરવામાંથી એ ‘વેણીમાં ફૂલ' અને કિલ્લોલ'નાં ગીતોને મારી વધુ પ્રિય કૃતિઓ લેખે નિગાહમાં લેજો.

રાણપુર : ૧૫-૬-'૪૨
ઝ૦ મે૦
 
[પહેલી આવૃત્તિ]

મારાં જૂનાં ગીતો છૂટીછવાઈ ચોપડીઓમાં વેરાયેલાં પડ્યાં હતાં, નવાં પણ રચાયાં હતાં, સર્વનો એકસામટો સંગ્રહ આ ગીતોના જે પ્રેમીજનો છે. તેમની સગવડ મુખ્યત્વે ધ્યાનમાં રાખીને કરું છું. સાથેસાથ, આ યુગની કવિતાને વિવેચકદ્રષ્ટિથી તપાસનારાઓને પણ આ ગીતો સુલભ કરી આપવા નેમ રાખી છે.

આ બધાં જ ગીતોનો એક સંગ્રહ એના ખરીદનારાઓને અકળાવશે એવું વિચારી 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ'માંનાં બાલ-કિશોરોનાં ગીતો આમાંથી બાતલ રાખ્યાં છે. એનો જુદો સંગ્રહ કર્યો છે. એ પણ બહાર પડશે એટલે મારાં ગીતોને એકસાથે વસાવી લેવાનું કામ પ્રેમીઓને સરળ પડશે.

કેટલાંક ગીતો પ્રાસંગિક છે, એટલે પ્રસંગનો નિર્દેશ માગી લે છે. વળી ગીતો રચ્યાની સાલ, કયાં ગીત સ્વતંત્ર, કયાં સૂચિત અને કયાં અનુવાદિત – વગેરે હકીકતો આપવી રહી ગઈ. પરિણામે ટિપ્પણ આવશ્યક બન્યું.

આ કવિતાના પ્રવાહોને તપાસવા ઈચ્છનારાઓને કામ લાગે તેવી – અમસ્તી તો જતી કરવા યોગ્ય – કેટલીક માહિતીઓ પણ ટિપ્પણમાં મૂકી છે. એમાં અંગત હકીકતોનો નિર્દેશ છે, એકાદા કાવ્યભાવ માટેનો પણ ઋણસ્વીકાર છે. એમ કરવા જતાં કેટલાંક ઔચિત્યભંગ જો અનિવાર્ય થઈ પડ્યો હોય તો દરગુજર ચાહવુંય નકામું છે.

'યુગવંદના' નામ એ અર્થમાં અપાયું છે કે કોઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહિ પણ ચાલુ કાળનાં જ બળોએ સ્ફુરાવેલાં સમયજીવી ગીતો આમાં

પ્રધાન સ્થાને છે, એટલે આ યુગને જ અર્પણ થયેલ અંજલિથી અધિક મહિમાને એ ન માગી શકે તેવાં છે. આ ચિત્રની કલ્પના મારી છે. આ યુગના જાજરમાન આત્મદેવની સન્મુખ બેસી એક નાનકડો ગાયક પોતાના સૂરો બાલભાવે સંભળાવી રહ્યો છે, ને એમ કરવા જતાં યુગદેવતાના મહાદેવની ને પોતાની અલ્પતાની વચ્ચે રહેલ પરિમાણભેદને પોતે વીસરતો નથી. ગાયકનું વાદ્ય એકતારો છે, કેમ કે એ તો ગાય છે લોકવાણીમાં અને લોકસરે નાનામોટા સર્વ કોઈ ગાયકો ઉપર સદા પ્રસન્ન રહેતા યુગદેવ આ ગાયકને આશીર્વાદ આપે – એ પણ મારો સૂચવેલ ભાવ.

આ કલ્પનાને સુંદર ન્યાય આપનાર કલાકારે થોડીક અધિકતા ફરે છે : યુગેશ્વરના મોં પરના સુકોમલ મલકાટમાં એણે આછી રમૂજનીય રેખાઓ આંકી નાખી છે. એને તો ખ્યાલ પણ નહિ હોય કે એ સ્વયંસ્ફરિત રેખામાં કેટલું બધું સત્ય એણે ઉતારી આપ્યું છે. હજારોનાં મિથ્યાભિમાનોને પિતૃભાવે સહી લેતું એ વક્ર હાસ્ય જાણે બોલ્યા વગર બોલે છે : ‘તુંયે, અલ્યા, કવો કે !'.

ઝવેરચંદ મેઘાણી
 

ક્રમ
પ્રથમ પંક્તિની સૂચિ ... ... ... ... [11]


ખંડ ૧ : યુગવંદના
કસુંબીનો રંગ
ઝાકળનું બિન્દુ
સ્વપ્ન થકી સરજેલી
તોય મા તે મા !
પરાજિતનું ગાન ૧૦
સ્વતંત્રતાની મીઠાશ ૧૧
નવ કહેજો ! ૧૩
ઊઠો ૧૫
છેલ્લી પ્રાર્થના ૧૬
ભીરુ ૧૭
વિદાય ૧૮
આગે કદમ ૨૦
ફૂલમાળ ૨૨
કોણ ગાશે ! ૨૪
શૌર્યવતીના વિલાપ ૨૭
તરુણોનું મનોરાજ્ય ૨૯
શિવાજીનું હાલરડું ૩૦
અંતરની આહ ૩૨
છેલ્લો કટોરો ૩૪
માતા. તારો બેટડો આવે ! ૩૬
છેલ્લી સલામ ૩૯
ઝંડાવંદન ૪૨
ઝંખના ૪૫
ઓતરાદા વાયરા, ઊઠો !
ખંડ ૨ : પીડિતદર્શન
ઘણ રે બોલે ને – ૫૧
દિઠી સાંતાલની નારી ૫૩
ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત ૫૫
કોદાળીવાળો ૫૮

કેદીનું કલ્પાંત ૬૦
કાળ-સૈન્ય આવ્યાં ૬૩
ફાગણ આયો ૬૪
વૈશાખી દાવાનલ આવો ! ૬૬
કાલ જાગે ! ૬૮
કવિ. તને કેમ ગમે ? ૭૦
હાલરડું ૭૨
તારાં પાતકને સંભાર ! ૭૩
અમે ! ૭૬
વિરાટ-દર્શન ૭૮
બીડીઓ વાળનારીનું ગીત ૮૧
દૂધવાળો આવે ૮૩
ખંડ ૩ : કથાગીતો
અભિસાર ૮૭
આખરી સંદેશ ૯૧
વીર બંદો ૯૭
સૂના સમદરની પાળે ૧૦૨
કોઈનો લાડકવાયો ૧૦૯
ધરતી માગે છે ભોગ ! ૧૧૨
રાતાં ફૂલડાં ૧૧૫
સોના-નાવડી ૧૧૭
ખંડ ૪ : આત્મસંવેદન
યાચના ૧૨૩
ઈજન ૧૨૪
એકલો ૧૨૫
હસતું પંખી ૧૨૬
સાગર રાણો ૧૨૭
અર્પણ ૧૨૯
એક જન્મતિથિ

પ્રથમ પંક્તિની સૂચિ
અપમાનિતા-અપયશવતી તું ? તોય મા તે મા !
અમારે ઘર હતાં, વહાલાં હતાં, ભાંડું હતાં, ને ૧૮
અમે ખેતરેથી, વાડીઓથી ૬૩
અમે પ્રેમિકા હાડપિંજર તણા – ૭૬
આકાશે આ વીંજણો કોણ વાય ! ૧૫૫
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! ૨૦
આજ ઊડ ઊડ થવા લખતી પાંખ તુજ ૧૩૭
આજે લાવી છું, પ્યારાજી, તારી પાસ નવલ સુહાસ ૧૪૫
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઈને આવ્યાં બાળ – ૩૦
આવો વ્હાલભરી વેદનાઓ, આવો ૧૨૪
ઊઠો, સાવજશૂરાની બેટડી ! બાંધો કેશ, લૂછો અશ્રુધાર ૧૫
ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ ! ૬૦
એ જ પ્રાણ ૧૩૯
એક દિન પંચસિંધુને તીર ૯૭
ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે – ૪૭
કંથનાં કમલ દિલ ક્યમ કર્યાં ! ૨૭
કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા ૧૪૧
કે સમી સાંજના તારલિયા ! ૫૫
ખાંસી ખા મા રે ! ૭૦
ગાજે ગગને મેહુલિયા રે ૧૧૭
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ ૨૯
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી ૫૧
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! ૩૪
જાગો જગના ક્ષુધાત ! જાગો, દુર્બલ-અશક્ત ! ૬૮
ઝાકળના પાણીનું બિન્દુ
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી! ૧૧
તારાં પાતકને સંભાર, મોરી મા ૭૪
તારાં બાળપણાનાં કૂજન, હે સખિ ૧૨૯
તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં ૪૨
તુજ સુખની મહેફિલમાં તું સહુને નોતરજે ૧૨૫

‘દંભી રસમ્ છે' – નવ કોઈ ક્‌હેજો ! ૧૬૨
દીઠી સાંતાલની નારી – રે આજ દીઠી સાંતાલની નારી; ૫૩
દીવડો ઝાંખો બળે ૧૫૭
દીવડો તરતો જાય રે ૧૫૬
દૂધવાળો આવે ૧૮૩
ધન-ધાન્ય-ફૂલે લચકેલી
ધરતીને પટે પગલે પગલે ૬૮
'ધરા પર માહરે કોઈ શત્રુ નથી' ૧૭
નિર્જન વનમાં પાલવ ઢાળીને ૧૪૬
પરાજિતનું ગાન ૧૦
પિંજરના પંખીને હસવું બહુ આવે ૧૨૬
પોરો રે આવ્યો, હો સંતો ! પાપનો ૧૧૨
પ્યાસ રહી સળગી : જીવતરમાં આગ રહી સળગી ૧૫૧
ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે ! ૬૪
ફૂલડાંને ફોરમ દિયણ ૧૬૦
બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત ૭૬
બીડીઓ વાળો ! બીડીઓ વાળો ! બીડીઓ વાળો ...રે ! ૬૭
મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો ૮૭
મને બાંધી રાખી છે કયા બંધથી રે ! ૧૪૮
મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન ! ૩૨
મા, તારી કોણ ગાશે ૨૪
માડી તને લોક બોલે બિહામણી રે ૧૩૩
માતા ! તારો બેટડો આવે ૩૬
મારા દેવળમાં પડઘા પડે : મારો ક્યાં હશે દેવળ-નાથ ! ૧૪૯
મારા જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ ૧૫૦
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય ૪૫
માલા ગૂંથી ગૂંથી લાવે ૧૨૭
મેં તો હરખેથી બેસી બેસી ગૂંથી ફૂલડાંની માળા રે ૧૫૪
મોરલા હો ! મુંને થોડી ઘડી ૧૨૩
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ૧૦૯
રણવગડા જેણે વીંધ્યા ૧૩

રાત ઘંટા ચાર વાગે ૮૩
લાગ્યો કસુંબીનો રંગ
વનરા તે વન કેરી કાંટ્યમાં રે રાતાં ફૂલડાં ૧૧૫
વળેલો, કેડ્ય ભાંગેલો સૈકાના દુઃખભારથી ૫૮
વાયુ તણી લહરમાં સુણું સાદ તારો ૧૫૩
વા'લાં સબરસનાં વેચનાર, થંભજો રે ૧૩૫
વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન ૨૨
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર ! ૬૬
શ્રાવણી પાંચમના અંધાર ૧૩૦
સતાવે એ મુખડાની યાદ ! ૧૫૦
સહુથી મીઠું નામ તારું, હો સુંદર અનામી ! ૧૫૮
સુખને કારણે બાંધી મઢૂલી ૧૫૨
સૂના સમદરની પાળે ૧૦૩
સો સો રે સલામું મારાં ભાંડુડાંને કેજો રે ૩૯
હજાર વર્ષની જૂની અમારી વેદનાઓ ૧૬
હતાં સમજણાં છતાં નવ હતું તમે પૂછિયું ૧૬૩
હું તો સદા તને ચાહીશ, પ્રીતમ ! ૧૪૭
🙢 યુગવંદના 🙠ઊર્મિ-તંત્રની વીણા

હું આ લખું છું તે શું ખરે જ અંતરમાં અનુભવું છું? કવિતાકાર, સાહિત્યનો સર્જક શું સાચોસાચ નિજલખ્યું બધું સ્વાનુભવમાંથી નિતારે છે?.....

એ પ્રશ્નનો ઉત્તર મેં નકારમાં વાળ્યો. કવિતાકારોનો એક સમૂહ પોતાનાં ઉરસંવેદનોને શબ્દસ્થ કરતો હશે, પણ બીજો એક સમૂહ છે. જે બહુધા પરાનુભવોને જ પોતાના ઊર્મિ-તંત્રની વીણા કે એકતારા પર બજવવા મથે છે. એટલે કે મુખ્યત્વે એક કલ્પક છે, નિજાનુભવી નથી. ઉદાહરણ. લઈએ : પીડિતો-દુઃખિતોનાં પદો ઘણાંએ ગાયાં છે, મેં પણ ગાયાં છે. એમાંનાં કેટલાંક પરભાષામાંથી મેં જેમ આપણી ભાષામાં ઉતાર્યા છે, તેમ બીજાં કેટલાંક જેને વ્યવહારવાણીમાં મૌલિક નથી – એટલે કે તેના મૂળ રચનારના પોતાના પીડિતપણામાં નથી બાઝેલાં. પરભૂમિમાં ઊગેલ રોપાઓને પોતાને આંગણે લાવીને રોપનાર માણસની માફક, પરપીડનનાં સંવેદનોમાંથી ઉદ્ભવેલા એ ભાવોને મેં મારી કલ્પનાભોમમાં માત્ર રોપ્યા છે. ભોગવનાર = અનુભવનાર. વેદનાનાં હળો વડે ખોદાઈ જનાર ભોંય પારકાં હૈયાંની છે. કવિતાકાર એ સંવેદનોના સીધા પરિસહનાર તરીકેનો દાવો કરી શકે નહિ..


- ઝવેરચંદ મેઘાણી

[‘એકતારો'ના આત્મનિરીક્ષણમાં]
 રૂ. ૩૦


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.