યુગવંદના/યાદ
Appearance
< યુગવંદના
← એની શોધ | યુગવંદના યાદ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
પ્યાસ → |
સતાવે એ મુખડાની યાદ !
રાત દિવસ કાં સતાવે હૃદયને
એ મુખડાની યાદ !
પલક પલક રોવરાવે નયનને
એ મુખડાની યાદ !— સતાવે૦
સૂતી ઝબકું, જાગતી ઝબકું :
સ્વપને કોના સાદ. — સતાવે૦
સકલ સૂરોમાં ગાજે એક જ
એ મુખ કેરો નાદ. — સતાવે૦
મોહ-મદિરાનાં ઘેન ઊડ્યાં તોયે
નયન નથી નાશાદ.— સતાવે૦
પાપ-વાંછના પાછળ ભટકે :
કોને કરું ફરિયાદ. — સતાવે૦