યુગવંદના/વિશ્વંભર !
Appearance
< યુગવંદના
← અનામી ! અનામી ! | યુગવંદના વિશ્વંભર ! ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
પ્રત્યેક વર્ષે → |
ફૂલડાંને ફોરમ દિયણ,
તારાને દેતલ તેજ:
જાણે એના એ જ :
ધરતી આભ તણા ધણી !
ન મળે સ્થળ કે સમયના
આડા સીમાડા;
ઓરા ને ન્યારા :
એ જ વ્યાપક વિશ્વંભર ધણી !
મનથી તેં માન્યા ન કો
વેરી કે ન વિદેશ;
પ્રેમલ હે પરમેશ!
છાનું ન તુંથી છોકરું.
નવ ખંડે વરતાવવા
તારા પ્રેમલ રાજ,
મોકલ, હે મહારાજ !
સાચાં તારાં સંતલન.
માનવના રૂદિયા મહીં
ઝલમલ જેની જ્વાલ,
વા'લપ તણી મશાલ
પ્રગટો, પ્રેમ તણા પ્રભુ !
લાખો જખમી દિલ તણા
એક જ હે આરામ !
તારી નો'ય પિછાના
પ્રેમવિહોણાંને, પ્રભુ !
ધરતીમાંથી ટાળવા
ધનતૃષ્ણા-ધિક્કાર,
પ્રીતિ પારાવાર,
છલકાવો છોળે ખલક.
કસબીને સ્વપને રમે
નૌતમ જેનાં રૂપ.
હે સૌંદર્યસ્વરૂપ !