લખાણ પર જાઓ

રસધાર ૫/કથા-સૂચિ

વિકિસ્રોતમાંથી
← કાઠી અને ચારણી બોલીની ખાસિયતો સૌરાષ્ટ્રની રસધાર ૫
કથા-સૂચિ
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન →


કથા-સૂચિ

[‘રસધાર’ના પાંચેય ભાગની કથાઓની આ સંકલિત સૂચિ છે. કથાના નામ પછીનો આંકડો ‘સૌરાષ્ટ્રની રસધાર’નો ભાગ દર્શાવે છે. દા.ત. ‘અણનમ માથાં’ ભાગ 4માં પાના 3 પર છે.]

અણનમ માથા (4) . . . . 3
અભો સોરઠિયો (3) . . . . 157
આઈ! (૩) . . . . 102
આઈ કામબાઈ (1) . . . . 157
આનું નામ તે ધણી (1) . . . . 93
આલમભાઈ પરમાર (2) . . . . 69
આલેક કરપડો (૩) . . . . 64
આહીરની ઉદારતા (1) . . . . 28
આહીર યુગલના કોલ (1) . . . . 87
આંચળ તાણનારા ! (2) . . . . 98
એક અબળાને કારણે (2) . . . . 54
એક તેતરને કારણે (2) . . . . 41
ઓઢો ખુમાણ (1) . . . . 139
ઓળીપો (4) . . . . 65
કટારીનું કીર્તન (1) . . . . 162
કરપડાની શૌર્યકથાઓ (2) . . . . 107
કરિયાવર (5) . . . . 3
કલોજી લૂણસરિયો (3) . . . . 13
કાઠિયાણીની કટારી (3) . . . . 57
કાનિયો ઝાંપડો (3) . . . . 137
કામળીનો કૉલ (2) . . . . 91

કાળુજી મેર (2) . . . . 133
કાળો મરમલ (2) . . . . 123
કાંધલજી મેર (2) . . . . 128
ખોળામાં ખાંભી (4) . . . . 148
ગરાસણી (1) . . . . 23
ઘેલોશા (1) . . . . 52
ઘોડાંની પરીક્ષા. (૩) . . . . 50
ઘોડી અને ઘોડેસવાર. (3) . . . . 3
ચમારને બોલે (3) . . . . 145
ચારણની ખોળાધરી (2) . . . . 141
ચાંપરાજ વાળો (1) . . . . 148
ચોટલાવાળી. (4) . . . . 143
જટો હલકારો (1) . . . . 10
ઝૂમણાની ચોરી (3) . . . . 150
ઢેઢ કન્યાની દુવા (2) . . . . 87
તેગે અને દેગે (4) . . . . 112
દસ્તાવેજ (4) . . . . 72
દીકરાનો મારનાર (5) . . . . 26
દી કરો! (2) . . . . 80
દુશ્મન (3) . . . . 72
દુશ્મનોની ખાનદાની (1) . . . . 116

દૂધ-ચોખા (4) . . . . 102
દેપાળદે (1) . . . . 97
દેહના ચૂરા (5) . . . . 125
ધણીની નિંદા! (૩) . . . . 110
ધૂંધળીનાથ અને સિદ્ધનાથ (2) . . . . 3
પરણેતર (2) . . . . 147
પાદપૂર્તિ (3) . . . . 30
પિંજરાનાં પંખી (૩) . . . . 174
બહારવટિયો (5) . . . . 19
બાપનું નામ (5) . . . . 10
બાળાપણાની પ્રીત (5) . . . . 109
બોળો (1) . . . . 125
ભાઈ! (3) . . . . 132
ભાઈ-બહેન (3) . . . . 169
ભાઈબંધી (1) . . . . 41
ભાગીરથી () . . . . 126
ભીમો ગરણિયો (5) . . . . 56
ભીમોરાની લડાઈ (1) . . . . 130
ભૂત રૂવે ભેંકાર () . . . . 140
ભેંસોનાં દૂધ! (1) . . . . 72
ભોળો કાત્યાળ (1) . . . . 80
મરશિયાની મોજ (4) . . . . 109
મલવા (5) . . . . 170
મહેમાની (3) . . . . 106
માણસિયો વાળો (4) . . . . 150
મૂળુ મેર (2) . . . . 137
મોખડોજી (1) . . . . 118

મોત સાથે પ્રીતડી (2) . . . . 104
રખાવટ (5) . . . . 69
રતન ગિયું રોળ! (5) . . . . 93
રંગ છે રવાભાઈને! (1) . . . . 3
રાઠોડ ધાધલ (3) . . . . 81
રાણજી ગોહિલ (1) . . . . 114
રા’નવઘણ (2) . . . . 15
વરજાંગ ધાધલ (4) . . . . 52
વર્ણવો પરમાર (2) . . . . 65
વલીમામદ આરબ (1) . . . . 15
વાલેરા વાળો (4) . . . . 133
વાળાની હરણપૂજા (1) . . . . 143
વેર (3) . . . . 22
વોળાવિયા (4) . . . . 145
શૂરવીરની પહેલી મિલન-રાત (1) . . . . 173
શેત્રુજીને કાંઠે (5) . . . . 75
સંઘજી કાઠિયો (4) . . . . 81
સાંઈ નેહડી (1) . . . . 166
સિંહનું દાન (2) . . . . 61
સુહિણી-મેહાર (5) . . . . 156
સૂરજ-ચંદ્રની સામે (4) . . . . 105
સેજકજી (1) . . . . 103
સેનાપતિ (4) . . . . 96
હજાર વર્ષ પૂર્વે (3) . . . . 34
હનુભાઈ (3) . . . . 114
હીપો ખુમાણ (5) . . . . 32
હોથલ (4) . . . . 23

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાતો તો સહેજે પચી જાય છે; પરંતુ આ તો જીવનકથાઓ છે અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની. એ બધા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે.

સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશદેશના વીરત્વ વચ્ચેના સમાનતાના સંદેશ ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રાન્તિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિંમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલો – એટલી પહોળી ફૂલો, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય; સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઇંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે અને તેટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફુલાવીને મારા હક તરીકે માગું છું.

ઝવેરચંદ મેઘાણી