રસિકવલ્લભ/પદ-૧૦૮
← પદ- ૧૦૭ | રસિકવલ્લભ પદ - ૧૦૮ દયારામ |
પદ-૧૦૯ → |
પદ ૧૦૭ મું
એવું બોલ્યા શ્રીગુરુસ્વામીજી, કર જોડી શીશ કહ્યું શિર નામીજી;
સંશય સઘળા મારા ટળિયાજી, પરમકૃપાળુ ગુરુ મને મળિયાજી. ૧
કૃતકૃત્ય છું આપ પ્રતાપજી, ટળ્યાં સમૂળાં પાપ સંતાપજી;
મુજ ઈશ્વર છો શ્રીગુરુદેવાજી, મારે અધિકી હરિ તમ સેવાજી. ૨
ઢાળ
સેવા તમારી ક્યાંથી, શ્રીકૃષ્ણ સહજ પ્રસન્ન;
થાશે જ શાસ્ત્ર શ્રુતિ કહે છે, સહિત મારું મન્ન. ૩
દુસ્સંગ વચલો દુરાગ્રહી મુજ સમઅધમ નહિ કોય;
તે કૃતાર્થ મુજને કરે, વણ આપ એવું કોય. ૪
અલમ્ મીમાંસા વેદાંત, સાંખ્ય સુન્યાય વૈશેષિક;
સહ પાતંજલ ષટ્ શાસ્ત્ર, હસ્તામલક સહિત વિવેક. ૫
ઐશ્વર્ય વીર્યં સુયશ, શ્રી છે જ્ઞાન ને વૈરાગ્ય;
આપમાં સહુ પરિપૂર્ણ, ભક્ત પ્રેમ હરિ અનુરાગ. ૬
શ્રુતિ સ્મૃતિપુરાણ ને મહાભારત આદિ આપી પ્રમાણ;
સંશય દલિલથી કાઢિયો, મહામૂઢ અધમ અજાણ. ૭
નથી કશું પ્રત્યુપકાર ને, કરૂં કોટિ કોટિ પ્રણામ;
જન દયાપ્રીતમ દેખાડ્યા, શ્રીકૃષ્ણ પૂરણ કામ. ૮