રસિકવલ્લભ/પદ-૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૧૫ રસિકવલ્લભ
પદ-૧૬
દયારામ
પદ-૧૭ →


<poem> પદ ૧૬ મું હરિની માયાની અજેયતા

અકળ અજિત શ્રીહરિની માયાજી, એક હરિ પાખ્યે સર્વ વહવાયાજી; શ્રીમહાલક્ષ્મી નિજ અર્ધાંગજી, ભય-ધરી નાઠાં લખી નરસિંગજી. ૧

હલધર ભૂલ્યા તાળી ગણતાંજી, દાખી લીલા ન બને ભણતાંજી; એકદા ઉપન્યો ગર્વ અનંતજી, મુજ વણ ચાલે નહિ ભગવંતજી. ૨

ઢાળ ભગવંત મુજ વણ પોઢે કયહાં ઉર વશ્યું સદ્ય પ્રભુ જાણિયું; ઉડ્યા મહદાકાશકલ્પ અગણિત ભ્રમણ વખાણિયું. ૩

પછી જાણ્યું આ ફળ ગર્વનું. ભૂમિ પડ્યા શેષાચળ થઈ; અદ્યાપિ જે પર્વત વિરાજે, શ્રીવ્યંકટેશ કૃપામયી. ૪

શિવ છળાયા મોહનિરૂપે ન રહ્યું જ્ઞાન વિવેક; દ્વારિકા વૈભવ લખી રૂષિ ચળ્યા વળી એમ વાર અનેક. ૫

શ્રીરામરુદન વિલોકી અંબા મોહ પામ્યા સત્ય; ધર્યું રૂપ સીતા ઓળખ્યાં, હરિ લજ્યા લાગી અત્ય. ૬

સુર અસુર મળી સાગર મથ્યો વિઘ્નેશ મંદર બોળ્યો; મદ હરિ હર્યો ફીકા પડ્યા ધરી કૂકર્મ તનુ તટ તોળ્યો. ૭

મળ માસમાં સહુ સૂર્યે કહ્યું અમો નકીશું નહિ કોઈ; રવિ થઈ તપ્યા હરિ દયાપ્રીતમ સહુ રહ્યા તવ જોઈ. ૮

(પૂર્ણ)