રસિકવલ્લભ/પદ-૧૫
← પદ-૧૪ | રસિકવલ્લભ પદ-૧૫ દયારામ |
પદ-૧૬ → |
પદ ૧૪ મું
સુત તેં પરમેશ્વર જે ભાંખ્યાજી, તે સહુને ભયથી હરિયે રાખ્યાજી;
વૃકને વર આપી શિવ કંપ્યાજી, હરિ અરિ બાળ્યો ત્યારે જંપ્યાજી. ૧
ત્રિપુર જાલંધર નવ જીતાયાજી, હરિ પત્ય રાખી રચીને માયાજી;
વળી બળિસુતપક્ષે હર આવ્યાજી, હારી સુતા હરિથી ન ફાવ્યાજી. ૨
ઢાળ
ફાવ્યા ન સ્તુતિ કરી કૃષ્ણની; કહ્યું: નાથ, હું તવ દાસ;
પતિ રતિ સમય સતી શ્યામ સમરયા, હરિ હાર્યા-મહાત્રાસ. ૩
ખલ મધુકૈટભ શંખાસુર હણી, હરિ હણ્યો વિધિતાપ;
સનકાદિક પ્રશ્નોતર કર્યો, યશ બ્રહ્મા વાહન આપ. ૪
ગજવદન અગણિત બ્રહ્મહત્યા, કરી થયા ભયભીત;
હરિ દયા કરી નિજ નામ આપી હરિ પીડ્ય અમીત. ૫
રાવણ સદન ખર ચારતા. વહ્યું હતું પદ વિઘ્નેશ;
પંચાંગ ધાતા વાંચતા, દીપિકા ચન્દ્ર દિનેશ. ૬
શક્રાદિ સહુ સુર આજ્ઞાઆધીન રહેતા સાધી ટહેલ;
નવ ગ્રહ પનોતી બંધિખાને, દશાનનને મહેલ. ૭
તે સર્વનો ભય હરિ હણ્યો, હતી દુષ્ટ નિજ બર્દ જોઇ;
તે દયાપ્રીતમ કૃષ્ણ સમ, જડ ક્યમ આવે કોઇ ? ૮