રસિકવલ્લભ/પદ-૧૪

વિકિસ્રોતમાંથી
← પદ-૧૩ રસિકવલ્લભ
પદ-૧૪
દયારામ
પદ-૧૫ →


પદ ૧૩ મું

જેહને નામે શુચિ ગણ રાયજી, જેહના જપથી આદ્ય પૂજાયજી;
જેહના ભયથી સૂર્ય ભમે છે જી, હરિ મુકાવે સહુ દમે છે જી.
શશિ અર્કાગ્નિ તેજ જેહનુંજી, તે ક્યમ પામે સમપણું તેહનુંજી;
જેહની મરજીસમ સહુ ચાલેજી, અધિકું ઓછું પત્ર ન હાલેજી.

ઢાળ

હાલે ન દલ ઓછું અધિક, તો બીજું કાંઈ ક્યમ થાય ?
છે વાયુ બળિયો અતિ ઘણો, પણ રુચિ પ્રમાણે વાય.
જઠરાગ્નિ બાળે આહાર માત્ર ન દહે ક્યમ પળ ચર્મ;
પણ થરથરે તે થકી બાકી, સહુ દહ્યાનો ધર્મ.
જળ અડ્યે અગ્નિ ના બચે, છે સદા સઘળે રીત્ય;
દધિ દુઃખદ વડવાનલ ન બુજવી, શકે જે પ્રભુ ભિત્ય.
મરનાર બે એક ગ્રહ તુરત ઈક એક પછી પલ પાંચ;
સંગે જવાય ના લેઈ ઉભય તે મહાપુરુષની આંચ.
જે સમય ધનવૃષ્ટિ જ્યહાં, જેટલી હરિરુચિ હોય;
તે પ્રમાણે સુરપતિ કરે, ન કરે ક્દા તો રોય.
સહુ જગતને ભય કાળનો, કાળને ભય ભગવંત;
જન દયાપ્રીતમ તે જ નિર્ભય, એક બીજા સંત.