રસિકવલ્લભ/પદ-૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૧૭ રસિકવલ્લભ
પદ-૧૮
દયારામ
પદ-૧૯ →


<poem>

પદ ૧૮ મું ભગવાન્‌નું સર્વગુણસંપન્નત્વ

સર્વ કરે ને નહિ અહંકારજી, ગંભીરતાનો ન મળે પારજી; નિત્ય પરિપૂર્ણ અતિ તોષજી, ગુણ કરી માને જનના દોષજી. ૧

અણ સેવા માને અતુલિતજી, એક રસ નિભવે નિત્યે પ્રીત્યજી; શરણાંગત થઈ જાય વિમુખજી, ફરિ ચિત્તવેતો પ્રફુલ્લિત મુખજી. ૨

ઢાળ કોઈ પણ ભાવથી ભગવાન્‌ને ભજવા

પ્રફુલ્લિત મુખ શ્રીનાથજી, સમરે ન પહેલા દોષ; ઈચ્છે ન પ્રત્યુપકાર સહજ, ઉદાર સદ્ગુણ કોષ. ૩

ભયદ્વેશ હિત વા કામના, કોઈ ભાવકો સ્મરણ કરે; હરિ તેને પણ ફળ મોક્ષ દે, મોટાઈ નિજ અંતર ધરે. ૪

પ્રભુની દયાલુતા

મહાદુષ્ટ ઉપર પણ દયા, હરિ કરે નિજપણું જોઈ; જે જે હણ્યા ખળ મુક્તિ તેહને કરત એહવું કોઈ. ૫

સહુ શક્તિપતિ ને શાન્ત અતિ, ભૃગુ પરીક્ષા જોઇને કહ્યું; એવા તો એક કૃષ્ણ, બીજાનું કથન માત્ર જ રહ્યું. ૬

કોદી કદાપિ ન શાપ દે, વરતુલ્ય જેહનો ક્રોધ; સ્વાધીન મન ધાર્યું કરે. કોઈનો ના ચાલે રોધ. ૭

અવળું ન અર્ચનમાં પડે, નિષ્કંટક જેહનો પંથ; જન દયાપ્રીતમ કૃષ્ણ એહવા, ગાયા મહામુનિ ગ્રંથ. ૮

(પૂર્ણ)