લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૧૯

વિકિસ્રોતમાંથી
← પદ-૧૮ રસિકવલ્લભ
પદ-૧૯
દયારામ
પદ-૨૦ →


પદ ૧૮ મું

જેહનું આપ્યું ન જાય કદાપિજી, અચલિતપદ ધ્રુવ અદ્યાપિજી;
'શરણ પડ્યો છું?' સાચું ભાખેજી, તેહને હરિનિજસમ કરી રાખેજી.
અભય અચળ દાતા હરિ એકજી, એ બળ ન મળે દેવ અનેક્જી;
'કૃષ્ણ મારો કહે' એક વારજી, સહજ હરિ દે સુખ ભંડારજી.

ઢાળ


ભંડાર સુખ એટલાજમાં, ઊગ્રસેન વિભીષણ પામિયા;
કહે ભેટ્ય સાધન શાં કર્યા, દુઃખ સદ્ય સઘળાં વામિયાં.
શિવ બ્રહ્માદિક સુર આરાધે, મહાકષ્ટ કરિ કદી કોઇ;
કે તુચ્છ્ય ફળ તે પણ અનિત્ય વિચારી જો મન સોઈ.
વર હિરણ્યકશ્યપ હિરણ્યગર્ભથી, પામ્યો નરહરિએ મારિયો;
જન જાણિ પોતાનો વિધાતા ક્યમ ન આવી ઉગારિયો?
શિવ સેવક રાવણ બાણાસુર, હરિ હણ્યો છેદ્યા હસ્ત;
શંકર થકી શું નિપન્યું ? વર વૈભવ પામ્યા અસ્ત.
જડભર્ત હરિજન તેજ સહન, થયું ન શક્તિ ફાટી,
નિજ કરે નિજ કિંકર હણ્યા, થઈ ગયો શ્રમ સહુ માટી.

ઇત્યાદિ અમર નશ્વર ફળ અવળું પડે ક્ષણમાંય:
જન દયાપ્રીતમ કૃષ્ણવણ સુખરૂપ સઘળું ક્યાંય.