રસિકવલ્લભ/પદ-૨૧
← પદ-૨૦ | રસિકવલ્લભ પદ-૨૧ દયારામ |
પદ-૨૨ → |
<poem>
પદ ૨૧ મું કૃષ્ણોપાસન માં જ સર્વ ઉપાસનાની સફળતા
તજિ સુંદર શ્રીહરિની સેવાજી, કરે ઉપાસન દેવી દેવાજી; તે જ્યમ તરશ્યો ગંગ અનુપજી, તજિને તીરે ખોદે કૂપજી. ૧
સુર પૂજે મૂકી જગદીશજી, તજિ કામદુધા દુહે મહિષજી; કહે નિગમાગમ એ ફરિ ફરિનેજી, ભજો સદા સ્હૌ એક હરિનેજી. ૨
ઢાળ ભગવત્સેવાની જ સર્વોકૃષ્ટતા
શ્રીહરિ તજી કલ્યાણ ઇચ્છે, બાળ અવરાધાર; જ્યમ શ્વાન પુચ્છ ગ્રહી ધરે, મન જવા સાગરપાર. ૩
એ સર્વ વાતો વેવલાં છે. મનભ્રમવા વ્યર્થ, એક કેવળ શ્રીહરિશરણ વણ, નથી સર્યો કોઇનો અર્થ. ૪
શ્રીકૃષ્ણ શ્રીમુખ કહ્યું બહુ, 'પ્રિય મુને દાસ અનન્ય; અતિ દુરાચારી તદપિ સાધુ, શ્રેષ્ઠ માહારે મન્ય.' ૫
વળિ કહ્યું હારીતસ્મૃતિમાં પાંડવી ગીતામાંહે; તે વચન કેરો અર્થ માત્રજ, લખું છું હું આંહે. ૬
'નમવું નહિ અન્ય દેવને, નિરખવા નહિ ન પ્રસાદ; મંદિર જવું નહિ યદપિ, કોઈની પડતી હોય મરજાદ. ૭
વદવું સ્મરવું સેવવું, ચિંતનાશ્રય શ્રવણાદિ; અન્યનું ન કરવું દયા પ્રીતમ, કૃષ્ણ રસ જે સ્વાદી.'
(પૂર્ણ)