રસિકવલ્લભ/પદ-૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૨૭ રસિકવલ્લભ
પદ-૨૮
દયારામ
પદ-૨૯ →


<poem>પદ ૨૮ મું

બ્રહ્માના જગત્કર્તૃત્વ વિષે શિષ્યનો પ્રશ્ન ઢાળ

સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, સુણી પ્રતિઉત્તર ઉકળ્યું મનજી; 'સત્ય કહો છો સકળ પ્રપંચજી, સહુ હરિકારજ વ્યર્થ નરંચજી. ૧

બ્રહ્મ સગુણ કહો છો સાકારજી, જીવ બ્રહ્મના અંશ અપારજી; જીવ અજાના ઈશ્વર સ્વામીજી, જીવ અણુ પ્રભુ સહુ ગુણ ધામીજી. ૨

ઢાળ

છે ધામી અક્ષર ધામના, સેવવા સતત તેહ; અચલિત સેવક સ્વામી નાતું, સંભવે ક્યમ એહ ? ૩

જળતરંગ ભેદ નહિજ, કંચન કુંડળ ભેદ ન હોય; મૃતિકા ઘટમાં ભેદ શ્યો ? જડ તે જ જૂદાં જોય ૪

નિર્લેપ બ્રહ્મ અખંડ સતત, ત્યહાં ન ભેદ ત્રિકાળ; કહે ભેદ વેદ વૃથા જ, કહે કો સત્ય સમજો બાળ.' ૫

ગુરુ એ આપેલો ઉતર એમ સુણી બોલ્યા શ્રીગુરુ, 'તું સુણી કહે છે વાત; પણ અંતરમાં સમજણ નથી, આ મલિન આ અવદાત ૬

એક દ્રવ્ય કેરી અવસ્થા સુણ્ય, વિવિધ ભાત્યની થાય; તે માટ્ય નિશ્ચેય કાર્ય કારણ વસ્તુ બે કહેવાય. ૭

છે ભેદ નામાકારથી, વળી ક્રિયાથી પણ હોય, જે મૃદાથી આવે નહિ, તે ઘટે આવે તોય. ૮ -૦-