લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૪૦

વિકિસ્રોતમાંથી
← પદ-૩૯ રસિકવલ્લભ
પદ-૪૦
દયારામ
પદ-૪૧ →


પદ ૩૯ મું

સત્ય ગુરુ સાચો ઉપદેશજી, સત્ય શિષ્યના હરે ક્લેશજી;
પુષ્પ ગગનનું જૂઠું કહીયેજી, શીંગ સસાનું તદ્‌વત લહિયેજી.
જૂઠો વંધ્યા સુત ત્યમ કહાવેજી, રૂપ કહ્યું કો દૃષ્ટ ન આવેજી;
તે સહું સાચું ભાસે સ્પષ્ટજી, જૂઠું હોય તે નાવે દૃષ્ટજી. ૨

ઢાળ

દૃષ્ટિએ જુઠું ના પડે, સુણી શિષ્ય બોલ્યો વાણી;
મહારાજ સમજ્યો હવાં હું, તેની જુગતી જૂઠી જાણી.
એહવી અનેક અભેદ જુગતી, સુણી વધ્યું મન અજ્ઞાન;
નિજ કૃપાથી કાંઈ થયું હવાં, મુજ સત્યાસત્યનું જ્ઞાન.
હું રહ્યો કાશી ત્યહાં થયો, સંન્યાસી કેરો સંગ;
તે માયાવાદી હતો તેથી, ચઢ્યો એવો રંગ.
મુને કહ્યું તૂં એક બ્રહ્મ નિત્યે પોતાનો કરી જોની;
નથી ભેદ તૂજ મુજ અણું ન્યૂનાધિકપણું સહુ ખોની.
છે સત્ય જ્ઞાન અભેદ સહુ, ભેદનું મિથ્યા જાણ;
નિજ રૂપમય સમજી સકળ તું, અભયતા ઉર આણ,
બહુ કાળ તેહવો બોધ સુણી, નવ રહ્યો સત્ય વિવેક;
તે માટ્ય કહ્યું ગુરુ દયાપ્રીતમ, બ્રહ્મ જીવ તો એક.