રસિકવલ્લભ/પદ-૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૪ રસિકવલ્લભ
પદ-૫
દયારામ
પદ-૬ →


પદ ૫ મું

<poem> ત્યહાંથી હું હિમાલય ચઢિયોજી, શ્રી બદ્રિનાયક પદ પડિયોજી; જે નારાયણ મહાધામજી, તપ્તકુંડ ત્યહાં પુરણકામજી. અલકનંદા ને ગંગા વ્યાસજી, મજ્જન કીધુ મન હુલ્લાસજી, ત્યહાંથી કેદારેશ્વર દેવજી, ગંગોત્રી ન્હાયો તત્‌ખેવજી.

ઢાળ

તત્‌ખેવ માનસરોવરે નાહી ગયો શ્રીકુરુક્ષેત્ર; શ્રી સરસ્વતીમાં સ્નાન કરિ હરિ નિરખિયા ભરી નેત્ર. ૩ શ્રી મુક્તનાથ શ્રીહરિક્ષેત્ર ને પુલહાશ્રમ પવિત્ર; ગલ્લકી શાલિગ્રામ શ્રી હરિભક્તજનના શુચિ મિત્ર ૪ પંચહ્રદ કૌશિકી નદિનદ સોણ તીર્થ વસંત; પછે પુણ્યક્ષેત્રાનંદ મુક્તિક્ષેત્ર છૂટે જંન. ૫ શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી સ્નાન સરયૂતીર; શુચિ સ્વર્ગદ્વારી ધાટ જોઇને નિરખ્યા શ્રીરઘુવીર. ૬ ત્યાંહાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણીસંગમ સ્નાન; શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષયતીર્થ મહાન ૭ પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ જ્યહાં વસ્યાં સીતારામ, જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮

(પૂર્ણ)