રસિકવલ્લભ/પદ-૬

વિકિસ્રોતમાંથી
← પદ-૫ રસિકવલ્લભ
પદ-૬
દયારામ
પદ-૭ →


પદ ૫ મું.

પછી શ્રીકાશીપુરીમાં જઈનેજી, શ્રીગમ્ગા ન્હાયો શિચિ થઈ નેજી;
પૂજ્યા શ્રી વિશ્વેશ્વરદેવજી, બિન્દુમાધવ કીધી સેવજી. ૧[૧]
પંચક્રોશી યાત્રા કીધીજી, પવનપૂરીને પરિક્રમા દીધીજી;
ક્ષેત્ર ગયા જઈ કીધાં શ્રાદ્ધજી, પૂર્વજ તરિયા ટળિયા બધજી. ૨[૨]

ઢાળ.

ત્યહાં બાધ ટળિયા સકલ કીધું ફલ્ગુસરિતારનાન;
શ્રીગયાગદાસર પૂજિયા વિષ્ણુસહિત મહાન ૩ [૩]
પછી ઝાડખંડી વૌદ્યનાથજી પૂજ્યા જ્યોતિર્લિંગ;
પછી કપિલદેવજી અરચિયા જ્યાંહ ગંગાસાગરસંગ. ૪ [૪]
વૈતરણી ક્ષેત્રે ગયો પછી, મહાનદી શિચિ જલસ્નાન;
પછી શ્રીસાક્ષિગોપાલ નિરખ્યા વિપ્ર કન્યાદાન. ૫ [૫]
પછી શ્રીપુરુષોત્તમપુરિ ગયો નિરખિયા શ્રીજગનાથ;
બલભદ્ર, સુભદ્રા, સુદર્શન, દર્શન ચ્યાહારે સાથ. ૬ [૬]
મહા મહાત્મ્ય મહાપ્રસાદ લીધે ચતુર્ભુજ હોય જંત;
મહોદધિ ઇમ્દ્રદ્યુમ્ર નાહાયો, જહાં પૂણ્ય અનંત. ૭ [૭]
શુચિ માર્કંડેય શ્રેતગંગા, વટે કૃષ્ણનું દર્શ;
જન દયાપ્રીતમ શ્રીપુરુષોત્તમ, ક્ષેત્ર અતિ ઉત્કર્ષ. ૮[૮]



  1. ૧ બિંદુમાધવ–કાશીક્ષેત્રમાં એક દેવ છે.
  2. ૨ પંચકોશી–કાશીની આસપાસ પાંચ કોસ સુધીના તીર્થ પાવનપુરી-કાશી ગયા–ગયાજી તીર્થ.
  3. ૩. ફલ્ગુ–ગયાજી પાસે એક નદી છે. ગયાગદાધર–ગયાજી તીર્થમાંના એક દેવ. પદ ઈ○–વિષ્ણુનું મહાન્ પદ – ચરણ સહીને – અવલંબીને.
  4. ૪ ઝાડ–ખંડીવૈદ્યનાથ–એ જ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક.
  5. ૫ વૈતરણી ક્ષેત્ર અને મહાનદી ઓરિસા પ્રાતમાં છે. સાક્ષીગોપાળ–જગન્નાથની પાસે છે.
  6. ૬. દર્શન ચારે ઈ○– જગન્નાથ, બળભદ્ર, સુભદ્રા અને સુદર્શન એ ચારેના દર્શન થયા.
  7. ૭ મહામાહાત્મ્ય ઈ○–જગન્નાથના મહાપ્રસાદનું મહામાત્મ્ય છે. તે ખાવાથી પ્રાણી ચતુર્ભુજ (દેવ) થાય છે. ઈંદ્રધુમ્ન–એ નામનો એક રાજર્ષિ થઈ ગયો છે. તેણે યજ્ઞ કરીને દક્ષિણા આપતાં જે જળ મૂકેલું તેનું ઈંદ્રાધુમ્ન નામે સરોવર થયું છે. એ ઈંદ્રધુમ્ન જ્યાં આગળ મહોદધિ (મહાસાગર)માં નાહ્યો તે તીર્થમાં પણ સ્નાન કર્યું.
  8. ૮. માર્કંડેય ઈ○– ત્યાં આગળ માર્કંડેયનો આશ્રમ અને શ્વેતગંગાતીર્થ છે. વટે ઈ○– જળપ્રલય વખતે માર્કંડેય ઋષિને વડના પત્રમાં જેણે શયન કરેલું એવા ભગવાનનું દર્શન થયું હતું (માર્કંડેય પુરાણ). ઉકર્ષ–ઉત્કર્ષવાળું. એ પુષેષોત્તમ ક્ષેત્ર અતિ ઉત્કર્ષવાળું છે.