રસિકવલ્લભ/પદ-૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૬ રસિકવલ્લભ
પદ-૭
દયારામ
પદ-૮ →


પદ ૭ મું

<poem> પછી ગયો આદ્ય કૂર્મ ક્ષેત્રજી, મજ્જન દર્શે શુચિ તનુ નેત્રજી; વળતી નિરખ્યા ગિરિપદ્મનાભજી, સોહાદ્રિનરહરિ લખી લાભજી; ૧ મંગળગિરિ શ્રીપણાનૃસિંહજી, પિયે પ્રત્યક્ષે પણો શ્રીરંગજી; ગોદાવરી વેણા સરિ સ્નાનજી, રૂપ હ્રદે મુખ હરિગુણગાનજી. ૨

ઢાળ

ગુણગાન ગોવિંદ યજ્ઞ પદ પદ પાપ રહે નહિ લેશ; આગળ શેષાચલ શિખર નિરખ્યા રાજ શ્રીવ્યંકટેશ. ૩

પછી તળેટીમાં ત્રિપતિપુરિ શ્રીરાકચંદ્રજિ ભ્રાજે; પછી કાંચી શિવ વિષ્ણુપુરી શ્રીવરદરાજ વિરાજે. ૪

શુચિ પક્ષીતીર્થ, કામકોષ્ટી કુંભકરણ સુક્ષેત્ર; નદી કાવેરિ શ્રીરંગસ્વામી નિરખિ સફલિત નેત્ર. ૫

પછી દક્ષિણ મથુરા દ્વારિકા નિરખ્યા રાજગોપાલ; શ્રીરામ પોઢ્યા નિરખિ નવગ્રહ પૂજિયા લઘુ કાલ. ૬

શ્રી સેતુબંધજી રામેશ્વર પુજિયા અધદુઃખભંગ; પછી ધનુષતીર્થે સ્નાન કીધાં, ઉભય સાગર સંગ.૭

તુંગભદ્રા કૃતમાલા પયસ્વિની તામ્રપર્ણી નીર; હોય સ્નાન પાને દયાપ્રીતમ કૃષ્ણભક્તિ ધીર. ૮

(પૂર્ણ)