લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૫૭

વિકિસ્રોતમાંથી
← પદ-૫૮ રસિકવલ્લભ
પદ-૫૭
દયારામ
પદ-૫૮ →


પદ ૫૬ મું

તારે સગી સહુ હરિભગતજી, જે કો આશ્રિત હોય જનજગતજી;
દેહરસિક જે જીવને વળગાજી, હરિરસ વેળા ન કરે અળગાજી.

સહુ સહુ ભક્તે ભજનાનંદજી, આશિશ દે તનને ગોવિંદજી;
ત્યહાં પણ સેવા અવર ન તૃષ્ણજી, પરલોકે પણ ભજવા કૃષ્ણજી.

ઢાળ

શ્રીકૃષ્ણની સેવા કરે કર, ચરણ દર્શન ધાય;
નેત્ર તો નટવર છબિ નિહાળે, શ્રવણ કૃષ્ણ કથાય.
વર્ણન કરે વાણી હરિ, ગુણ પદ કમળ મન ધ્યાન;
ઘ્રાણને પુષ્પ પ્રસાદિ તુલસી, ચરણોદક મુખપાન.
શિર નમે હરિ ગુરુ સંત, દંડવત્, સર્વાંગે પ્રણામ;
સહુ સમરપી દાસ થઈ માગે, ભક્તિ સંદર શ્યામ.
ભક્તિનું ફળ ભગવંત નિજ, જ્ઞાનદિનું ફળમોક્ષ;
રસિક ને રૂપ રસાળ પ્રિય, નિર્વાણ ન રુચે રુક્ષ.
એ ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન, વૈરાગ્ય કહાવે;
જ્યાં ગાય ઘરમાં આવી સહેજે, વત્સ ચાલ્યાં આવે.
કર્તવ્ય કશું તેહને નથી, મળી પ્રેમભક્તિ અનુપ;
જન દયાપ્રીતમ કૃષ્ણમન, મોહિની રાધારૂપ.