લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૫૬

વિકિસ્રોતમાંથી
← પદ-૫૫ રસિકવલ્લભ
પદ-૫૬
દયારામ
પદ-૫૭ →


પદ ૫૫ મું

વ્યર્થ ભણ્યા, ભક્તિવણ વૈદજી, રાવણ દીધો રઘુપતિ ખેદજી;
ભક્તિ વિના વંઠયો વૈરાગ્યજી, જો નવ ઉપન્યો હરિ અનુરાગજી.

ભક્તિ મણિ ને દીપક જ્ઞાનજી, અભય સભાયાદિ કર માનજી;
જેહને જેહની ઉપર સ્નેહજી, તેહને ગણિયે તેહનો દેહજી.

ઢાળ

વાળી દેહ તેહનો જેહને હૃદે જેહવું રૂપ;
ઉર જેહને સ્ત્રીભક્તિ છે, તે જાણવા તદ્રુપ.
નહિ મોહ સ્ત્રીને સ્ત્રી થકી, છે માયા પણ સ્ત્રી દેહ;
ભક્તને દમે અજા તે, સમજવું કારણ એહ.
પુલિંગ જ્ઞાન વૈરાગ્ય, યોગાશ્રિત તત્સમ સોહે;
તે માટ્ય પીડા પ્રધાન દે છે, નારી નરને મોહે.

ભવતારણ નૌકા ભક્તિ દારૂ, તુમ્બિ જ્ઞાનાદિક;
નાવે સકળ સહજે અભય, ત્યાં સ્વયમપિ શ્રમ સહબીહિક.
જ્ઞાનાદિ તજી તન ઈન્દ્રિયો, કદી તરે એકલા આપ;
દુ:ખ દેઇને દૂર કરે, તેને ઇન્દ્રિયો દે શાપ.
યોગિનું પણ મન માત્ર શુચિ, જો હોય દયાપ્રભુ ધ્યાન;
નખ શિખ લગી દુર્ગંધ તનુ, હરિ સેવાગણ શબ માન.